ગોધરા,
ગોધરા ભુખરીની વાડી અશરફી મસ્જીદ પાસે શિકારી મહોલ્લાની પરણિતાને પતિ અને સાસરીયાની ચઢામણીથી ગાળો આપી ગડદાપાટુનો મારમારી તુંં કાળી છે. અમારે બીજી બૈરી લાગવાની તેમ કહી માનસીક ત્રાસ આપી ત્રણ તલાક આપી ગુન્હો કર્યાની ફરિયાદ ગોધરા મહિલા પોલીસ મથકે નોંધાવા પામ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના ભુુુુુુુખરીની વાડી શિકારી મહોલ્લાની પરણિતા સફીયા યુનુસ એહમદ સીદ્દીક ભાગલીયાને તેમના પતિ યુનુસ ભાગલીયા અને રજીયા સીદ્દીક ભાગલીયા, ઈમર ફારૂક સીદ્દીક ભાગલીયા, આયશા સીદ્દીક ભાગલીયાની ચઢામણીથી સફીયાબેનને કોઈપણ વાંક વગર ગાળો આપી ગડદાપાટુનો મારમારી કહેલ કે, તું કાળી છે મને ગમતી નથી. મારે બીજી બૈરી લાવવાની છે. તેમ કહી શારીરિક માનસીક ત્રાસ આપી અને સફીયાબેનના પતિએ તારે તારી બૈરીને ધરમાં લાવવાની નથી. તેને બીજી બૈરી કરાવી આપીશું. તેવી ચડામણી કરતાં યુનુસ અહેમદ ભાગલીયાએ ત્રણ તલાક આપી ગુન્હો કર્યાની ફરિયાદ ગોધરા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંંધાવા પામી છે.