બોટાદના ગઢડામાં ખનીજ વિભાગના દરોડાને પગલે નાસભાગ મચી ગઈ હતી. ગઢડામાં કેરાળા-રામપરા ગામ વચ્ચે આવેલી ઘેલો નદીના પટમાં ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા. ખનીજ વિભાગની ટીમને માહિતી મળી હતી કે ઘેલો નદીમાં કેટલાક શખ્સો ગેરકાયદે રેતીની ચોરી કરી રહ્યા છે. જેને પગલે ખનીજ વિભાગની ટીમ કાર્યવાહી માટે નદીના પટમાં પહોંચી હતી.
દરમિયાન ખનીજ વિભાગની ટીમને જોતા જ રેતીની ચોરી કરતા શખ્સો ફરાર થઈ ગયા હતા. ઘટનાસ્થળેથી ટીમે રેતી ચોરવા માટે ઉપયોગમાં લેવાતા બે ચારણા કબજે કર્યા હતા. આ ટીમે અહીંથી કુલ રૂ. ૧,૫૦,૦૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.