દાહોદ શહેર અને જીલ્લામાં પીવાના પાણીની મુશ્કેલીઓને લઈ લોકોમાં ભારે રોષ

  • દાહોદ શહેર સહિત જીલ્લાભરમાં સરકાર ની મોટી મોટી બુલબાગો પોકળ સાબિત થઈ રહી હોય તેવું પ્રતીત થાય છે.
  • દાહોદ શહેરમાં નગર પાલિકા દ્વારા પણ પીવાના પાણી માટે જનતા વલખાં મારી રહી છે.
  • સરકાર દ્વારા પાણી માટેની ચુંટણીના સમયે મોટી મોટી વાતો કરી લોકોને ગુમરાહ કરી પોતાનો એકો સુઘારી વોટ બેંકનો સાવર્થ લઇ ગાયબ થઇ જાય છે.
  • હાલમાં સાંસદ ની ચૂંટણીના સમયે દાહોદ ધારાસભ્ય મોટી ફોજ લઇ વોટ બેંક સાચવવા જનતાના ઘરે ઘરે ફરી ખોટા ખોટા આશ્ર્વાસનો આપી ગાયબ થઇ ગયા તેવુ જનતા દવરા જાણવા મળ્યું છે.

દાહોદ તાલુકાના ભાટીવાડા ગામે દર વર્ષે આંકરા ઉનાળામાં પાણી માટે ભારે વલખા મારવા પડે છે. સરકારની નલ સે જળ યોજના માત્રને માત્ર કાગળ પર જ હોવાનું આ ગામ સહિત જીલ્લામાં સામે આવ્યું છે. પાણીની ભાટીવાડા ગામમાં ભારે સમસ્યાને પગલે ગ્રામજનોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે.

દાહોદ શહેર સહિત જીલ્લામાં દર વર્ષે આકરા ઉનાળામાં શહેર સહિત જીલ્લા ના વાસીઓને પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દાહોદ જીલ્લાના રાજકીય પક્ષો માત્રને માત્ર ચૂંટણી સમયે જ જાહેરાત લઇ અને જનતા ને લોભામણી જાહેરાતો લઇ જનતા વચ્ચે જોવા મળતા હોય છે અને લોલીપોક આપી ગાયબ થઇ જાય છે. જાહેર જનતાની સમસ્યાઓની તેઓ પર કોઈ અસર થતી નથી. પોતાનો અંગત સ્વાર્થ જ જોતા હોય છે. ચૂંટણી પત્યા પછી એકે નેતા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી લુપ્ત થઈ જતા હોય છે અને લોકોની સમસ્યાઓ ઠેરની ઠેર રહી જતી હોય છે. રાજકીય પક્ષોને માત્ર મતો સિવાય કશું જ જોવા મળતું ન હોય તેમ લાગી રહ્યું છે.

દાહોદ તાલુકાના ભાટીવાડા ગામે દર વર્ષે ઉનાળામાં ભાટીવાડા ગામના ગ્રામજનો પાણીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. ગામમાં માત્ર એક જ કૂવો આવેલ હોવાથી ગામના લોકો પાણી માટે એક કુવા પર નિર્ભર રહેતા હોય છે અને તે પણ કેટલાક લોકો એક કિલોમીટર થી પણ દૂર થી આવી ગ્રામજનો ગામમાં આવેલ કુવા પર પાણી ભરવા આવવા મજબૂર બન્યા છે. ભાટીવાડા ગામમાં નલ સે જલ યોજના માત્રને માત્ર કાગળ પરજ હોવાનું સામે આવ્યું છે. પાણીની સમસ્યાને પગલે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પણ ચિંતાના વાદળો ઘેરાયા છે. કારણ કે, પોતાના સ્વજનો સાથે વિદ્યાર્થીઓ પણ પાણી ભરવા જતા હોવાથી તેઓનો અભ્યાસ પર માઠી અસર પડી રહી છે. પાણીની સમસ્યાની સાથે સાથે ગામમાં રસ્તાની સુવિધાના અભાવે પણ ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે સંબંધિત તંત્ર દ્વારા ભાટીવાડા ગામમાં પાણીનું સુવિધાની સાથે સાથે રસ્તાની સુવિધાની પણ વ્યવસ્થા કરાવવામાં આવે તેવી લાગણી અને માંગણી ગ્રામજનોમાં ઉઠવા પામી છે.