દાહોદ જીલ્લાના દેવગઢ બારીયા તાલુકાની પીપલોદની પરિણીતાએ કુણધાના સાસરિયાઓ સામે દાહોદ મહિલા પોલીસમાં અરજી આપી હતી. જવાબ આપવા માટે આવેલા પતિ સાથે પોલીસ મથકમાં જ હાથાપાઈ કરી પત્નીની મોતની ધમકી આપી સરકારી કામમાં રૂવાટ કરતાં પોલીસે મહિલા સહિત ચાર લોકો સામે ગુનો દાખલ કર્યો હતો.
દાહોદ મહિલા પોલીસ મથકમાં મહિલાએ સાસરિયાઓ વિરૂદ્ધ અરજી આપતાં જવાબ આપવામાં આવેલા પતિને મહિલાએ પોલીસ મથકમાં જ ફેંટ પકડી જીવતો નહીં છોડવાની ધમકી આપી હતી. તેમજ મહિલા અને તેના ભાઈ સહિતના લોકોએ મહિલા પોલીસ સ્ટાફ સાથે પણ અભદ્રભાષાનો ઉપયોગ કરી તમને અમારો પાવર બતાવવો પડશે તેમ કહી ધમકીઓ પીપલોદના કાજલબેન સોલંકીએ કુણધાના સાસરીયા વિરૂદ્ધ દાહોદ મહિલા પોલીસ મથકમાં અરજી આપી હતી. જેથી મહિલા પોલીસ મથકના અમલદાર સુનિતાબેને અરજદાર કાલજબેન તથા સાસરીયાઓને જવાબ માટે બોલાવ્યા હતા.
ત્યારે પીએસઆઈ તથા સ્ટાફે 1 કલાક જેટલો સમય કાઉન્સેલીંગ કરી કાજલને ફરિયાદ આપવાનું જણાવ્યુ હતું. ત્યારે કાજલને પતિ હીતેશભાઈ બારિયા પીએસઓના ટેબલ પાસે બેસવા જતા હતા. ત્યારે કાજલબેને પતિ ની ફેંટ પકડી હાથાપાઈ કરવા લાગેલ અને મારા બાળકોને કેમ લાવેલ નથી આ ફોન મારો છે મને આપી દે તેમ કહી હું તને જીવતો નહી રહેવા દાઉ તેમ કહી ધમકી આપતા હતા. ત્યારે પોલીસ મથકમાં હાજર સ્ટાફે છુટા પાડવાનો પ્રયત્ન કરેલ પરંતુ છુટા પડયા ન હતા. સ્ટાફે ઝઘડો કરવા ના પાડતાં પ્રશાંત સોલંકી તેમજ મદન સોલંકી ઉશ્કેરાઈ જઈ અમોને કેમ બહાર કાઢો છો તમે અમોને ઓળખતા નથી તમો બહાર નીકળો તમોને જીવતા નહી છોડવાના તમને અમારો પાવર બતાવવો પડશે કહી પોલીસને ધમકીઓ આપી મહિલા પોલીસ કર્મીઓને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી સરકારી ફરજમાં રૂકાવર કરી હતી. આ સંદર્ભે મહિલા પોલીસ મથકના વુ.હે.કો. સુનિતાબેને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.