બાગાયતી ખેતીને પ્રોત્સાહિત કરવા સરકાર કટિબદ્ધ,કૃષિ મંત્રી રાઘવજી પટેલ

ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ બાગાયતી ખેતીને લઈને જાહેરાત કરી. કૃષિ મંત્રીએ કહ્યું કે બાગાયતી ખેતીને પ્રોત્સાહિત કરવા સરકાર તમામ પ્રયાસો કરશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે સતાવાર જાહેરાત કરતા કહ્યું કે બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા ચાર સેન્ટર ઓફ એક્સીલેન્સ સ્થાપવામાં આવશે.

મહત્વનું છે કે ભારત ખેતી પ્રધાન દેશ કહેવાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયમાં પરિવર્તન આવ્યું છે અને ટેકનોલોજીનો વિકાસ થયો. જેના કારણે ખેતીમાં લોકોનો રસ ઘટવા લાગ્યો. જો કે આજે પણ રાજ્યના અનેક લોકો પોતાને ખેડૂત મનાવવાને ગૌરવ માને છે. ખેતીનો વ્યવસાય કરનારા કેટલીક વખત નુક્સાન વહોરી પણ પેદાશ કરે છે. ખેડૂતોનો ઉત્સાહ વધારવા હવે રાજ્ય સરકાર પર તેમને પ્રોત્સાહન આપવા જઈ રહી છે. રાજ્ય સરકાર બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા ચાર સેન્ટર ઓફ એક્સીલેન્સ સ્થાપશે. આ ૪ સેન્ટર ગાંધીનગર, અમરેલી, દાહોદ અને બનાસકાંઠામાં બનશે. ૪ સેન્ટરના નિર્માણ પાછળ અંદાજે રૂપિયા ૪૦ કરોડનો ખર્ચ થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. સેન્ટર સ્થાપવાની સાથે ખેડૂતોને બાગાયતી ખેતીની પણ તાલીમ આપશે.