ભારતીય ક્રિકેટ બોર્ડે શ્રીલંકા પ્રવાસનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ટીમ ઈન્ડિયા ૨૬ જુલાઈથી શ્રીલંકામાં ત્રણ મેચની ટી ૨૦ સિરીઝ રમશે. આ પછી, ૧ ઓગસ્ટથી બંને ટીમો વચ્ચે ૩ વનડે મેચોની શ્રેણી રમાશે. જો કે, બંને બોર્ડે હજુ સુધી આ શ્રેણી માટે તેમની ટીમની જાહેરાત કરી નથી. આ પ્રવાસથી ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચનું પદ સંભાળશે.
સનથ જયસૂર્યાને શ્રીલંકાના મુખ્ય કોચની જવાબદારી મળી છે. જ્યારે ભારત સામેની શ્રેણી પહેલા જ શ્રીલંકાના કેપ્ટન વાનિન્દુ હસરંગાએ કેપ્ટનશીપ છોડી દીધી છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે ૩ મેચની ટી ૨૦ સીરીઝની પ્રથમ મેચ ૨૬મી જુલાઈના રોજ પલ્લેકેલેમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે ૭ વાગ્યે શરૂ થશે. આ પછી, બીજી ટી-૨૦ મેચ બીજા જ દિવસે એટલે કે ૨૭ જુલાઈએ પલ્લેકલેમાં રમાશે. ટી ૨૦ સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ ૨૯ જુલાઈએ રમાશે. આ મેચ પણ પલ્લેકેલેમાં જ યોજાશે.
ટી-૨૦ શ્રેણી બાદ ભારત અને શ્રીલંકા વચ્ચે ૧ ઓગસ્ટથી ત્રણ મેચની વનડે શ્રેણી પણ રમાશે. વનડે શ્રેણીની પ્રથમ મેચ ૧ ઓગસ્ટ, બીજી મેચ ૪ ઓગસ્ટ અને ત્રીજી અને છેલ્લી મેચ ૭ ઓગસ્ટના રોજ રમાશે. વનડે શ્રેણીની તમામ મેચો કોલંબોમાં રમાશે.
ભારતના શ્રીલંકા પ્રવાસનું પૂર્ણ શેડ્યૂલ
પ્રથમ ટી ૨૦ મેચ ૨૬ જુલાઈ
બીજી ટી ૨૦ મેચ ૨૭ જુલાઈ
ત્રીજી ટી ૨૦ મેચ ૨૯ જુલાઈ
વનડે શ્રેણી શેડ્યૂલ
૧લી વનડે ૧ ઓગસ્ટ
૨જી વનડે ૪ ઓગસ્ટ
ત્રીજી વનડે ૭મી ઓગસ્ટ