ઝાલોદના માછણ ડેમ નકજી કામ કરતાં 19 વર્ષીય યુવક સિમેન્ટ કોન્ક્રીટ મશીનનું ટાયર ચઢી જતાં મોત

દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના માછણડેમ નજીક કામ કરતા એક 19 વર્ષિય યુવકનું સિમેન્ટ કોન્ક્રીટનું ફલોર મશીન રિવર્સ લેતા પાછળનું ટાયર યુવક ઉપર ચઢી જતાં યુવકનું કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે. ગત તા.11મી જુલાીના રોજ રાજસ્થાનના કુશલગઢમાં રહેતા શંકર કાળિયા કટારાના પુત્ર મનીષ જેની (ઉંમર વર્ષ આશરે 19) તે ઝાલોદના નાનસલાઇ મુકામે માછણડેમ નજીક પાણીની ટાંકીનું કામ ચાલતું હતું. ત્યાં આશરે બપોરે 12:30 કલાકે સિમેન્ટના કોંક્રીટનું માલ બનાવનાર એજેક્સ કંપનીનું ફલોરી મશીનના ચાલક દ્વારા રિવર્સ લેતા તેના પાછળનું ટાયર મનીષભાઈ પર ચઢી ગયું હતું. ટાયર ચઢી મનીષભાઈના શરીરે ઇજા થતાં તેમને તાત્કાલિક ઝાલોદ સરકારી દવાખાને લઈ જવામાં આવેલ હતા. ઝાલોદ સરકારી દવાખાનાના ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવતા મનીષભાઈને મૃત જાહેર કરવામાં આવેલ હતો. આ અંગે મૃતકના પિતા દ્વારા કોંક્રીટનુ માલ બનાવવાના મશીનના ચાલક વિરૂદ્ધ ઝાલોદ પોલીસ સ્ટેશનમા ફરિયાદ દાખલ કરવામાં આવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.