સંતરામપુર નગર પાલિકા દ્વારા સ્વચ્છ ભારત સ્વચ્છ મિશન હેઠળ નગરમાં આવેલી હોટલો દુકાનો ખાણીપીણી લારી ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું. ખાદ્ય પદાર્થો પર ઢાંકને રાખવાનો અને નિયમ મુજબના નિયમોનું પાલન કરવા માટેનો પાલિકાના કર્મચારી દ્વારા ન ચીફ ઓફિસર દ્વારા સુચના આપવામાં આવેલી હતી. પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ હોવા છતાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા પકડાતા આશરે 11,000 જેટલો દંડ પણ વસૂલ કરવામાં આવેલો હતો અને મુદ્દા માલ કબજે કરવામાં આવેલો હતો. સરકારના નિયમ મુજબ ધારણા મુજબ હોટલ ચા ની કીટલી નાસ્તાની દુકાનો દરેક જગ્યાએ જાહેરમાં કચરો નાખવો નહીં સ્વચ્છતા જાળવવી ડસ્ટબીનનો ઉપયોગ કરવો આજુબાજુ કચરો ફેકવો નહીં અને પાલિકા દ્વારા દરેક નાસ્તાની દુકાન ઉપર લારી ઉપર ચાની કીટલી પર દિવસમાં બે વાર મોનેટરી પણ કરવામાં આવશે.
જો નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો કાયદેસર 18 વસૂલ કરવામાં આવશે અને સ્વચ્છતા જાળવવામાં નહીં આવે અને ગંદકી જોવાશે તો કડક કાર્ય કરવાનું પણ જણાવવામાં આવેલું હતું. સંતરામપુરના ચા નાસ્તાની લારી અને દુકાનો જાહેરમાં ગંદકી કરવી નહીં ડસ્ટબીનનો ઉપયોગ કરવો. આમ, તમામ વસ્તુઓનો પાલન કરવો પડશે જો નિયમોનું પાલન નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને દંડ પણ વસૂલ કરવામાં આવશે. :-નગરપાલિકાના ચીફ ઓફિસર, દીપસિંહ હઠીલા.