કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા ફુડ બિઝનેશ ઓપરેટર્સ સાથે ફુડ સેફ્ટી વિભાગનું અવેરનેસ મીટીંગનુ આયોજન

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગોધરાના ડેઝીગ્નેટેડ ઓફિસર અને ફુડ સેફ્ટી ઓફિસરો ધ્વારા તા.12/07/2024ના રોજ પંચમહાલ અને મહિસાગર જીલ્લાના તમામ કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા ફુડ બિઝનેશ ઓપરેટરોને ખાધ સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગોધરા કચેરી ખાતે એક બેઠકનુ આયોજન કરવામાં આવેલ. સદર બેઠકમાં તંત્રના અધિકારીઓ ધ્વારા ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, રૂલ્સ અને રેગ્યુલેશન હેઠળ કેટરિંગના વ્યવસાય માટે જરૂરી લાયસન્સ અને રજીસ્ટ્રેશન મેળવવા માટે ઓનલાઈન પ્રક્રિયાની સમજ અને માર્ગદર્શન આપવામાં આવેલ. ખાદ્યચીજોની ગુણવત્તા જળવાઇ રહે તે માટે લાયસન્સની શરતોનું પાલન કરવા માટેની સુચનાઓ આપવામા આવેલ. સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણમાં ખાદ્ય-પદાર્થો તૈયાર થાય તથા તેમાં વપરાતો કાચો માલ શુધ્ધ, તાજો અને ઉચ્ચ ગુણવત્તાવાળો જ વપરાય તે માટે ધ્યાનમાં રાખવાની બાબતોની ચર્ચા કરવામાં આવી. એફ.બી.ઓને તમામ રેકોર્ડ રાખવાનું તથા ખરીદવામાં આવતાં તમામ ખદ્યચીજો પાકા બિલથી જ ખરીદવા જણાવ્યું હતું.તેમજ આગામી સમયમાં ફુડ સુપરવાઇઝરોને ફુડ સેફ્ટી ટ્રેનિંગ એન્ડ સર્ટિફિકેશન (FoSTaC) અંતર્ગત તાલીમ આપવામાં આવશે. .