કાલોલ તાલુકા પંચાયત મુખ્ય કચેરીમાં ભયંકર ગંદકી નું સામ્રાજ્ય સ્વચ્છતાનો અભાવ એક તરફ રાજ્ય સરકાર સ્વચ્છતાની મોટી મોટી જાહેરાતો કરી સ્વચ્છતાની મોટી મોટી વાતો કરે છે. ત્યારે સરકારી કચેરીમાં જ સ્વચ્છતાનો અભાવ કાલોલ તાલુકા પંચાયત હસ્તક 65 જેટલી ગ્રામ પંચાયતો આવેલ હોવાથી રોજે રોજ મોટી સંખ્યામાં અનેક ગ્રામ પંચાયતના લોકો જાતિ પ્રમાણ પત્ર આવકનું પ્રમાણ પત્ર તેમજ અન્ય વિવિધ કામ અર્થે કાલોલ તાલુકા પંચાયત મુખ્ય કચેરીમાં અરજદારો કામ અર્થે આવતા હોય છે અને કાલોલ તાલુકા પંચાયત મુખ્ય કચેરીના નીચેના શૌચાલયમાં ભયંકર ગંદકી અને શોચલય માં પાણીનો નળ પણ તૂટેલ હાલતમાં જોવા મળ્યા અને શૌચાલયમાંના સાઈડોના ખુણાઓમાં ભયંકર ગંદકી જોવા મળી હતી અને બીજી તરફ ઉપરના ઉપરના ભાગે આવેલ શૌચાલયમાં પણ ભયકર ગંદકી તેમજ વોસ બેસિંગ તૂટેલી હાલતમાં નીચે પડેલ જોવા મળ્યું હતું અને વોસ બેસિંગ ગંદકી થી ખદબદી રહેલ હોવાથી તાલુકા પંચાયત કચેરીમાં આવતા લોકોને કુદરતી હાજત પુરી કરવા માટે વલખાં મારવા પડે છે અને કુદરતી હાજત પુરી કરવા આમ તેમ ભટકવું પડે છે. જેથી કાલોલ તાલુકાની મુખ્ય કચેરી હોવા છતાં પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળ્યો. જેથી 65 જેટલી ગ્રામ પંચાયત વિસ્તારના આવતા અરજદારો પાયાની સુવિધા ઓથી વંચિત ટી.ડી.ઓ. તેમજ નાયબ ટી.ડી.ઓ. શૌચાલય પાસે થી અનેક વખત પ્રસાર થતા હોવા છતાં આંખ આડા કાન જેના કારણે રાજ્ય સરકારની સ્વચ્છતા ધજાગરા જેથી તાલુકા પંચાયત કચેરીના શૌચાલયમાં ભયંકર ગંદકી દેખાય રહી છે.