જેનું કોઈ રિયલ અસ્તિત્વ જ નથી એવી આટફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) નિમત સોશ્યલ મીડિયા ઇન્લુઅન્સર સુંદરીઓની વૈશ્ર્વિક સ્પર્ધા યોજાઈ હતી જેની જાહેરાત એપ્રિલ મહિનામાં થઈ હતી અને એક મહિના પહેલાં એમાંથી ટૉપ ૧૦ ફાઇનલિસ્ટ્સની પસંદગી કરવામાં આવી હતી. ત્યાર બાદ આ દસેય ફાઇનલિસ્ટ છૈં મૉડલ્સને ૧૫૦૦ કમ્પ્યુટરાઇઝ્ડ ચૅલેન્જિસ આપવામાં આવી હતી.
દરેક ચૅલેન્જમાં તેમના પર્ફોર્મન્સને આધારે મળેલા માર્ક્સમાં મૉરોક્કોની લાઇફસ્ટાઇલ ઇન્લુઅન્સર કેન્ઝા લાયલી બાજી મારી ગઈ અને તેણે મિસ બ્યુટિફુલ એઆઇનો પહેલો ખિતાબ હાંસલ કરી લીધો હતો. કેન્ઝાએ જીત પછી ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મને માણસોની જેમ લાગણીઓ સમજાતી કે ફીલ નથી થતી છતાં આ અવૉર્ડ માટે હું એક્સાઇટેડ છું.
કેન્ઝાને ટાઇટલની સાથે બે લાખ ડૉલરનું પ્રાઇઝ પણ મળ્યું છે જે તેને ક્રીએટ કરનારા ટેક એક્ઝિક્યુટિવને મળશે. આ સૌંદર્યસ્પર્ધા ફૅનવુ વર્લ્ડ છૈં ક્રીએટર્સ અવૉર્ડ્સ સંસ્થા દ્વારા યોજાઈ હતી. એમાં જે મૉડલ્સ બ્યુટી, ટેક્નૉલૉજી અને સોશ્યલ મીડિયા ક્ષેત્રમાં સારું નામ ધરાવતી હતી તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કેન્ઝા લાયલીના ઇન્સ્ટાગ્રામ પર ૧,૯૪,૦૦૦ ફૉલોઅર્સ છે. તેની સાથે ફ્રેન્ચ બ્યુટી લૅલિના વૅલિના અને પોર્ટુગલની મૉડલ ઑલિવિયા ટૉપ-થ્રીમાં પહોંચી હતી.