જાણીને નવાઈ લાગશે કે અનુષ્કા-વિરાટના વિડીયોગ્રાફરે રણબીર-આલિયાના લગ્નને કવર કરવાની ઓફર ફગાવી દીધી હતી. ધ વેડિંગ ફિલ્મર’ના વિશાલ પંજાબીએ જણાવ્યું કે આલિયાએ લગ્ન કવર કરવા માટે તેનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેણે ના પાડી દીધી હતી. આખરે આનું કારણ શું હતું તે હવે જાહેર થયું છે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન ૧૪ એપ્રિલ ૨૦૨૨ના રોજ થયા હતા.
આ દંપતીએ અચાનક લગ્નનું આયોજન કર્યું હતું અને પછી લગ્ન કરી લીધા હતા. પરંતુ શું તમે જાણો છો કે લગ્નના વીડિયો માટે રણબીર અને આલિયાએ જે વીડિયોગ્રાફરનો સંપર્ક કર્યો હતો તેણે તેમના લગ્નને કવર કરવાની ના પાડી દીધી હતી. આ વીડિયોગ્રાફરે દીપિકા પાદુકોણ-રણવીર સિંહ અને અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્નને કવર કર્યા હતા.
તેમના લગ્નના વીડિયો અને તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી હતી.આ વીડિયોગ્રાફરનું નામ વિશાલ પંજાબી છે, જે ’ધ વેડિંગ ફિલ્મર’ તરીકે ફેમસ છે. વિશાલ પંજાબીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન સાથે જોડાયેલી આ રસપ્રદ વાત જણાવી હતી. વિશાલે જણાવ્યું કે આલિયાએ તેને રણબીર સાથે તેના લગ્નનું શૂટિંગ કરવા વિનંતી કરી હતી.વિશાલે જણાવ્યું કે આલિયાએ તેને રણબીર સાથે તેના લગ્નનું શૂટિંગ કરવા વિનંતી કરી હતી.આ કારણે વિશાલ પંજાબીએ લગ્ન કવર કરવાની ના પાડી દીધી હતી.
તેણે વધુમાં ઉમેર્યું હતું કે, ’નુક્સાન એ છે કે હું તે મોટાભાગના લગ્નો માટે ઉપલબ્ધ નથી. મેં ક્યારેય સેલિબ્રિટીના લગ્નને કવર કરવા માટે બીજા લગ્ન કેન્સલ કર્યા નથી. મેં આલિયા અને રણબીરના લગ્નમાં હાજરી આપી ન હતી કારણ કે મને ખૂબ જ સુંદર, સુંદર કન્યાના લગ્ન માટે લંડન બોલાવવામાં આવી હતી. ત્યાં બુકિંગ હતું. હું હજી પણ તેને વિશ્ર્વ માટે બદલીશ નહીં. તે ખૂબ જ સુંદર હતી અને તે એક સુંદર અનુભવ હતો.