સંબંધમાં તિરાડની અટકળો વચ્ચે હાર્દિક ની એક મિસ્ટ્રી ગર્લ સાથેની કેટલીક તસવીરો અને વીડિયો વાયરલ થયો

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર હાર્દિક  પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના સંબંધમાં તિરાડ પડ્યાની અટકળો વહેતી થઈ છે. હાલમાં જ ટી૨૦ કપ જીત્યાની ખુશીમાં ક્રિકેટર હાર્દિક પંડ્યા લાઈમલાટમાં રહ્યો છે, ત્યારે હાર્દિક ની એક મિસ્ટ્રી ગર્લ સાથેની કેટલીક તસવીરો અને વીડિયો વાયરલ થયા છે. લોકોએ એવી અટકળો લગાવી દીધી છે કે હાર્દિક આ યુવતીને ડેટ કરી રહ્યો છે.

આ છોકરી એક જાણીતી મેકઅપ આટસ્ટ છે અને તેનું નામ પ્રાચી સોલંકી છે. તે એક ડિજિટલ ક્રિએટર પણ છે. સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે હાર્દિક આ યુવતીને ડેટ કરી રહ્યો નથી. પ્રાચી હાર્દિક પંડ્યાની એક ફેન છે. તેણે પોતે આ પોસ્ટ શેર કરીને લખ્યુ છે કે તે હાર્દિક ને મળીને કેવું મહેસૂસ કરી રહી છે. પ્રાચી સોલંકીએ હાર્દિક ની સાથે કૃણાલ પંડ્યા અને તેની પત્ની પંખુડી સાથેની તસવીરો પણ શેર કરી છે.

હાર્દિક ની પત્ની નતાશાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કહ્યું કે, હું અહીં બેસીને કોફી પી રહી છું. મારા મનમાં એક ખ્યાલ આવ્યો છે કે આપણે લોકોને કેટલા જલદી જજ કરી લઈએ છીએ. જો આપણે કોઈને પોતાના ચરિત્રથી હટીને એક્ટિંગ કરતા જોઈએ તો આપણે અટક્તા નથી, આપણે તેને ઓબ્ઝર્વ કરતા નથી અને આપણા મનમાં કોઈ સહાનુભૂતિ હોતી નથી. આપણે સીધા જજ કરવા લાગીએ છીએ. આપણે નથી જાણતા કે શું થયું છે? આખી ઘટના, પૂરી સ્થિતિ પાછળ શું છે? આથી આવો આપણે ઓછા જજમેન્ટલ બનીએ, વધુ ઓબ્ઝર્વ કરીએ, વધુ સહાનુભૂતિ રાખીએ અને લોકો સાથે ધૈર્ય રાખીએ.