હિન્દી સિનેમાના મિસ્ટર પરફેક્શનિસ્ટ અભિનેતા આમિર ખાનની ફિલ્મોનો સ્પોર્ટ્સ સાથે ઊંડો સંબંધ છે. તેની ફિલ્મ ’લગાન’ ક્રિકેટના બેકગ્રાઉન્ડ પર આધારિત હતી. તેમજ ફિલ્મ ’દંગલ’માં કુસ્તી સાથે જોડાયેલી એક સ્ટોરી બતાવવામાં આવી હતી. તો ’લાલ સિંહ ચઢ્ઢા’ ફિલ્મમાં પણ એથ્લીટની ભૂમિકામાં જોવા મળ્યો હતો.હવે તે સીતારાજ જમીન પર ફિલ્મમાં કામ કરી રહ્યો છે, જે એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ પણ છે, જેમાં તે શારીરિક રીતે વિકલાંગ બાળકો માટે કોચની ભૂમિકા ભજવી રહ્યો છે.
સ્પોર્ટ્સ સાથે આમિરનું કનેક્શન આગળ જોઈ શકાય છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં તેણે ટેનિસના બેકગ્રાઉન્ડ પર આધારિત ફિલ્મ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
આમિર ખાને કહ્યું, જો સારી સ્ટોરી આવશે તો મને ટેનિસ પર પણ ફિલ્મ બનાવવાનું ગમશે. જોકે, મારા માટે જે ફિલ્મ રસપ્રદ બનાવે છે તે તેની સ્ટોરી અને પાત્રો છે. જ્યારે હું ’લગાન’ કરી રહ્યો હતો ત્યારે મારી પહેલી પ્રાથમિક્તા ક્રિકેટ ન હતી. દંગલ દરમિયાન કુશ્તી મારી પ્રાથમિક્તા ન હતી, હા, સ્પોર્ટ્સ એ સ્ટોરીનો એક મહત્વપૂર્ણ ભાગ હતો, જે તેને વધુ શ્રેષ્ઠ બનાવે છે.
તેમણે વધુમાં કહ્યું, જો ટેનિસ પર આધારિત કોઈ સારી સ્ટોરી હશે, તો મને તેના પર ફિલ્મ બનાવવાનું ગમશે. હું સ્પોર્ટ્સનો મોટો સમર્થક છું. હું માનું છું કે, એક બોલ દુનિયા બદલી શકે છે. સ્પોર્ટ્સ આપણને સખત મહેનત, જુસ્સો, ટીમ ભાવના અને હાર સ્વીકારવાનું શીખવે છે.