ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી અને સૌરાષ્ટ્ર સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા જયેશ રાદડિયા અને ખોડલધામના ર્ક્તાહર્તા નરેશ પટેલ વચ્ચે ચાલુ રહ્યું છે કોલ્ડવોર. નરેશ પટેલ છે સમાજના શ્રેષ્ઠી, તો જયેશ રાદડિયા છે સૌરાષ્ટ્રના કિંગ. જોકે, બન્ને લેઉઆ પટેલ સમાજના દિગ્ગજો છે. હવે આ બન્ને વચ્ચેની કોલ્ડ વોરમાં નવો વળાંક આવ્યો છે. વિવાદ વધતા ખોડલધામના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું છેકે, જયેશ રાદડિયાને જ્યારે જરૂર પડી ત્યારે હું તેની સાથે ઉભો રહ્યો છું. ખોડલધામના ચેરમેન નરેશ પટેલના આ નિવેદન બાદ નવી ચર્ચા ઉભી થઈ છે.
વાસ્તવમાં વાત એમ છેકે, જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે કોલ્ડવોર ચાલી રહી હોવાના સમાચાર સામે આવ્યા હતા…ઈફકોની ચૂંટણી સમયે ખોડલધામની અપીલ બાદ રાદડિયાએ નરેશ પટેલના ખાસ દિનેશ કુંભાણીના ફટલાઈઝરની સપ્લાય બંધ કરાવી હતી…રાદડિયા રાજકોટ અને મોરબીની સહકારી મંડળીઓમાં પ્રભુત્વ ધરાવે છે.. જ્યારે રાદડિયાએ બંને જિલ્લાની સહકારી મંડળીઓમાં સપ્લાય બંધ કરાવી…ઈફકોની ચૂંટણીમાં ખોડલધામ તરફથી રાદડિયા વિરુદ્ધ મતદાનની અપીલ કરાઈ હતી…જે બાદ બંને નેતાઓ વચ્ચે કોલ્ડવોર ચાલી રહ્યાનું સામે આવ્યું… જો કે, આ ચર્ચા વચ્ચે આજે નરેશ પટેલે સ્પષ્ટતા કરી છે કે, તેઓ જયેશ રાદડિયાની સાથે જ છે.
વિવાદ બાદ હવે સમગ્ર મામલે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ખુલીને સામે આવ્યાં છે. નરેશ પટેલે કહ્યું છેકે, હું રાજકારણમાં જવાનો નથી. સમાજમાંથી જેને રાજકારણમાં જવું હોય તે જાય. સમાજના સારા માણસો રાજકારણમાં હોવા જોઈએ તો જ કામ થાય. નરેશ પટેલે કહ્યું કે, જયેશ રાદડિયાની સાથે જ છે ખોડલધામ અને નરેશ પટેલ. ખોડલધામ તરફથી રાદડિયા માટે કોઈ દ્વેષ કે રાગ નથી. ઘરમાં કંઈ હોય જ નહીં, ઘરમાં સમાધાન હોય. હું રાજકારણમાં જવાનો નથી, જેને જવું હોય તેને મારો સપોર્ટ છે. જો રાજકીય રીતે એક્ટિવ ન રહીએ તો સામાજિક કામ ન થાય. જયેશ રાદડિયાને જ્યારે જરૂર પડે ત્યારે તેમની સાથે ઉભા રહ્યા છીએ. કોઈ પણ બાબતમાં ખોડલધામનું નામ પાછળ મૂકવું યોગ્ય નથી. નરેશ પટેલના આ નિવેદન બાદ નવી ચર્ચા ઉભી થઈ છે. જો સબસલામત હતું તો પછી પત્રિકાનો વિવાદ કેમ થયો. કેમ બિપિન ગોતાને કરવો પડ્યો હતો ચૂંટણીમાં સપોર્ટ? ઈકોમાં રાદડિયાએ કેમ લગાવી કુંભાણીની ફેક્ટરીના ફટલાઈઝર પર રોક…?
ખોડલધામના ચેરમેન નરેશ પટેલનો આજે જન્મદિવસ હતો. આજે સરદાર ધામ રાજકોટ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જન્મ દિવસ પર નરેશ પટેલે રાદડિયા સાથે સબસલામત હોવાનો દાવો કરીને પોતાનો હાથ ઉપર રાખવાનો પ્રયાસ કર્યો. બ્લડ ડોનેશન કેમ્પમાં લેઉવા પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં સામાજિક, રાજકીય અને ઔદ્યોગિક ક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણીઓ પણ ઉપસ્થિત હતાં.