ઇસ્લામાબાદ,
પાકિસ્તાનના પુર્વ પ્રધાનમંત્રી ઈમરાનખાને ભારત-પાકિસ્તાન વચ્ચે સારા સંબંધ ઈચ્છે છે પરંતુ ભાજપ સરકાર એક રાષ્ટ્રવાદી પાર્ટી હોવાથી જયાં સુધી ભાજપ સતા પર છે ત્યાં સુધી સમાધાન અસંભવ હોવાનું એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું હતું.
ઈમરાનખાને જણાવ્યું હતું કે ભારત-પાકિસ્તાન બંને પડોશી દેશો એકબીજા સાથે વ્યાપાર કરે છે તો બંનેને ફાયદો છે પરંતુ બંને દેશો વચ્ચે કાશ્મીર મુદો બાધક બન્યો છે. બંને દેશો વચ્ચે સારા સંબંધમાં ભાજપ સરકારનો રાષ્ટ્રવાદી દ્દષ્ટિકોણ છે. રાષ્ટ્રવાદી ભાવનાને ભડકાવે છે. ભારત આતંકવાદ, દુશ્મની અને હિંસા મુક્ત માહોલમાં પડોશી સંબંધ રાખવા ઈચ્છે છે.