ગોધરા ગોન્દ્રા લીલેસરા રોડ ખાતે રહેતા ફરિયાદીના ધરમાં કામ કરતી કામવાળીએ ધરમાં કામકાજ કરતી હોય તે સમયગાળામાં તિજોરી અને ડ્રોવરમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા રૂિ5યા મળી કુલ 5,35,796/-રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી જઈ ગુનો કર્યાની ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા શહેરના ગોન્દ્રા લીલેસરા રોડ ખાતે રહેતા ફરહીન ગુલામભાઈ સઈદ મીઠાભાઈના ધરમાં કામવાળી તરીકે ઉજમા મોહસીન પઠાણ ધરકામ કરતી હોય કામવાળી આરોપીએ કામકાજના સમય દરમિયાન તિજોરીના ડ્રોવરમાંથી સોનાની બંગડી નંગ-2 કિ.રૂ.1,51,431/-, કડી નંગ-2 કિ.રૂ.22,800/-, સોનાની ચેઈન કિ.રૂ.43,985/-, સોનાની ચુની કિ.રૂ.1,500/-, ચાંદીના કડા કિ.રૂ.2,000/-, પર્સમાંથી રોકડા 1,200/-તેમજ લાકડાના કબાટમાં રાખેલ ગુલ્લક નંગ-5માંથી રોકડા રૂ.3,00,000/-મળી કુલ 5,35,796/-રૂપિયાના મુદ્દામાલની ચોરી કર્યાની ફરિયાદ ગોધરા બી-ડીવીઝન પોલીસ મથકે નોંધાવવા પામી છે.