કાલોલના એક વર્ષથી ખંડેર પાલિકાના બગીચાનુ બ્યુટિફિકેશન કયારે કરાશે…?

કાલોલ શહેરમાં ગાયત્રી મંદિર પાસે આવેલા એકમાત્ર નાનકડા ઉઘાનમાં ગત વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદથી ઉઘાનની સુરક્ષા દિવાલ ધરાશાઈ થઈ ગઈ હતી. જે પછી નાનકડુ ઉઘાન લગભગ વેરાન બની ગયુ છે. આખા વર્ષ દરમિયાન પાલિકા દ્વારા કોઈ દરકાર કે મરામત કરવામાં આવી નથી. આ ઉઘાનમાં પુન: સુરક્ષા દિવાલ બનાવી નથી કે કોઈ સાફસફાઈ પણ કરવામાં આવતી નથી. જેથી વરસાદી પાણીનો ભરાવો થઈ ગયેલો જોવા મળે છે. જયારે હાલમાં એક તરફ પાલિકા દ્વારા કરોડોના ખર્ચે તળાવના બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે. ત્યારે ઉઘાનનુ સમારકામ કરવા માંગ ઉઠી છે. અત્રે ઉલ્લેખનિય છે કે,શહેરના એકમાત્ર નાનકડા ઉઘાનમાં નાના ભુલકાઓ અને વડીલો માટે વિશ્રામ કેન્દ્ર ગણાતુ હતુ. તદ્ઉપરાંત ગોૈરીવ્રતના તહેવારો દરમિયાન બાલિકાઓ માટે સહેલાણી કરવાનુ મનગમતુ સ્થળ રહ્યુ છે. ત્યારે આગામી 19મી જુલાઈથી શરૂ થતાં ગોૈરીવ્રતના તહેવારો દરમિયાન નગરની બાલિકાઓ કયાં ફરવા જશે એ એક વિકટ કોયડો બની ગયો છે.