વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરો તેમજ ગામે ગામ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહી છે. વર્ષ-2023માં સ્વચ્છતાંને લઈ લુણાવાડા નગરપાલિકાનો રાજયમાં 73મો નંબર આવતા લુણાવાડા નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં ગંદકી ફેલાવનાર દુકાનદારોલ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. લુણાવાડા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ દુકાનો ઉપર નગરપાલિકાના ચીફ ઓફિસર, સેનટરી ઈન્સ્પેકટર સહિત અલગ અલગ સાત જેટલી ટીમો બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. તે દરમિયાન દુકાનની આસપાસ ગંદકી કરનાર તેમજ પ્લાસ્ટિક અંગે જાહેરનામાનો ભંગ કરનાર દુકાનદારોને દંડ ફટકારવામાં આવ્યો હતો. પાલિકાના આ ચેકિંગ દરમિયાન અલગ અલગ 16 જેટલા દુકાનદારો પાસેથી રૂ.7,000/-જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ સ્વચ્છતાંના નિયમોનુ પાલન ન કરનારા દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત ચીફ ઓફિસર સહિત પાલિકા તંત્ર દ્વારા દુકાનદારો અને લોકોને નગરમાં સ્વચ્છતાં રાખવા અપીલ કરી છે.