ઝાલોદ પ્રાંત અધિકારીને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજાં હેઠળ માનદ વેતન અને પડતર માંગણીઓના નિકાલ માટે આંગણવાડી બહેનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.
હાલ એક અંદાજા મુજબ ગુજરાતમાં એક લાખ થી વધુ આંગણવાડી વર્કર, હેલ્પર બહેનો ગુજરાત સરકારની તમામ યોજનાઓ ગ્રામ્ય સ્તર સુધી પહોંચાડવાની કામગીરી કરી રહેલ છે. સરકાર દ્વારા 2018 પછી કોઈ પણ જાતનું માનદ વેતન વધારવામા આવેલ નથી. તેના રોષને લઈ ગુજરાત રાજ્ય આંગણવાડી કરતા સંગઠન દ્વારા કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવેલ છે.
ગુજરાત સરકાર દ્વારા 2023માં શ્રમજીવીઓ માટે દૈનિક 496નું લઘુત્તમ વેતન જાહેર કરેલ છે. જે વેતન આંગણવાડી વર્કર, હેલ્પર બહેનોને આપવું જોઈએ. પણ આવો કોઈ લાભ આ બહેનોને મળતો નથી. આ માટે અગાઉ આંદોલન પણ કરેલ છે, પણ આજસુધી તેમની કોઈપણ જાતની પડતર માંગણીઓ પૂરી કરવામાં આવેલ નથી.
નવા મોબાઈલ આપવા, નિવૃતિની ઉમરમાં વધારો કરવો, વેતનમા 75% જેટલો વધારો કરવો, આઈ.સી.ડી.એસ સિવાયની કામગીરી ન સોંપવી, આંગણવાડી બહેનોને પગારી રજામાં વધારો કરવો જેવી માંગણીઓ પૂરી કરવા માંગ કરવામાં આવેલ છે. સાથે સાથે સરકારને અમુક મુદ્દાઓ પર ધ્યાન આપવા માટે સૂચન કરવામાં આવેલ છે, જેમકે આંગણવાડીના બીલો સમયસર ચૂકવવા તેમજ આ બિલોમાં ભ્રષ્ટાચાર ચાલે છે, તો તેના પર ધ્યાન આપવું જેવા અનેક સૂચનો સાથેનું એક આવેદનપત્ર ઝાલોદ આંગણવાડી વર્કર તેમજ હેલ્પર બહેનો દ્વારા પ્રાંત અધિકારીને આપવામાં આવેલ છે.