જીલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, નડિયાદ ખાતે પ્રાકૃતિક કૃષિ સમીક્ષા બેઠક યોજાઇ. જેમાં જીલ્લા કલેકટરપ્રાકૃતિક ખેતી અંતર્ગત ક્લસ્ટર બેઝ તાલીમ, ગ્રામ પંચાયત 75 પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનો રિપોર્ટ, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (એફપીઓ), અધિકારીઓ દ્વારા ફિલ્ડ વિઝીટ અને કિસાન ગોષ્ઠિ સહિતની બાબતોની કામગીરીની સમીક્ષા કરી અને જીલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
વધુમાં કલેક્ટરએ નિયમિત ધોરણે પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ કેન્દ્રો કાર્યરત કરવા, ક્લસ્ટર દીઠ જીવામૃત બેન્ક બનાવવા તથા ખેડૂતોને જીવામૃત બનાવવા માટેની સબસીડી આપવા અને સફળ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના સહકારથી જીલ્લાના અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહન આપવા જણાવવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી એસ.ડી. વસાવા, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર, જીલ્લા ખેતીવાડી અધિકારી, પશુપાલન અધિકારી, તાલુકા વિકાસ અધિકારીઓ, બાગાયત અધિકારીઓ, મદદનીશ ખેતી અધિકારીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.