મોરવા(હ)ના વાસદેલિયા ગામે અનાથ બાળકોની વ્હારે આવી શ્રીશકિત ચેરીટેબલ ટ્રસ્ટ બાળકોને મકાન બનાવી આપ્યું

મોરવા (હ) તાલુકાના વાસદેલિયા ગામના સ્વ. દિનેશભાઈ કાળુભાઇ અને તેમની ધર્મ પત્ની મનીષાબેન આ બન્ને જણ ગૂજરી ગયેલ હતાં તેમના બન્ને દીકરો/ દિકરીને માથે કોઈ આધાર ન હતો. તેમણે રહેવા માટે મકાન જર્જરિત હાલતમાં હતું અને ઘરની દીવાલો પણ પડી ગયેલ હતી,

આ બાળકોને આર્થિક રીતે આધારરૂપ બનીને, શ્રી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ ના જાગૃત કારોબારી સભ્ય શ્રી સુરેશભાઈ વણઝારા અને ટ્રસ્ટના પ્રમુખ ભુપેન્દ્રભાઈ ચૌહાણ અને તેમની પૂરી ટીમ ના તરફથી દાન માટે ખુબજ મહેનત કરી અને દાન મેળવેલ હતુ અને તમામ સમાજના દાતાના સહકારથી મોટા પ્રમાણમાં દાન આવેલ હતું અને દિકરી આર્યન અને પુત્ર બંસિલ માટે રહેવા માટે સેવાભાવી યુવાનોના સાથ અને સહકારથી મકાનનો સ્લેપનું કામ પુર્ણ કરેલ હતું. દરેક સમાજ માં આવા દાતાના સહકારથી કોઈ પણ કાર્ય કઠિન પણ સરળ બની જાય છે.

ખુબ સરાહનીય કાર્ય અને માનવતાનું એક દરેક સમાજ માટે ઉદાહરણ રૂપ સાબિત થાય છે.