બૂટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે પકડાયેલી મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીના જામીન રદ

ભચાઉ સેશન્સ કોર્ટે બૂટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે પકડાયેલી મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીના જામીન રદ કર્યા છે. પોલીસે નીતા ચૌધરીને મળેલા જામીન સામે કોર્ટમાં અપીલ કરી હતી. હવે પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરીની ધરપકડ કરવામાં આવશે. પોલીસ પર જીપ ચડાવીને હત્યાનો પ્રયત્ન કરનાવાના ગુનામાં સંડોવાયેલા યુવરાજનો સાથ નીભાવનારી મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને મળેલા જામીન રદ થયા છે.

કચ્છમાં ફરાર બૂટલેગર યુવરાજસિંહને ઝડપવા કચ્છ પોલીસ ગઈ હતી. આ દરમિયાન બુટલેગરે તેની થાર કાર પોલીસ પર ચઢાવી હત્યાનો પ્રયત્ન કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં બુટલેગરની કારમાંથી સીઆઇડી ક્રાઇમની મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ મળી આવી હતી. પોલીસે બુટલેગર અને મહિલા કોન્સ્ટેબલની ધરપકડ કરી ગુનો નોંયો હતો.

પોલીસે ફરાર બુટલેગર યુવરાજસિંહને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.તે દરમિયાન યુવરાજસિંહ તેની કારમાં દારૂ સાથે ઝડપાયો હતો. પોલીસને જોતા તેણે તેની કાર પોલીસ પર ચઢાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનામાં પોલીસે કાર ચેક કરતા તેમાંથી દારૂ મળી આવ્યો હતો અને સાથે સાથે સીઆઈડી ક્રાઈમની મહિલા કોન્સ્ટેબલ નિતા ચૌધરી પણ તેની સાથે હતી.

પોલીસે કોન્સ્ટેબલ મહિલા અને બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી. સમગ્ર ઘટનામાં એક સવાલ એમ થાય છે કે મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી કેમ બુટલેગરની કારમાં બેસી અને તેનો અને બુટલેગરનો શું સંબધ હશે તેને લઈ કચ્છ પોલીસમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેને લઈ પોલીસે તપાસ આદરી છે.