સંતરામપુર ખાતે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જાહેરસભાને સંબોધી

સંતરામપુર,

સંતરામપુરમાં મુખ્યમંત્રીની સભામાં તમામ કાર્યકર્તાઓ બધા એક મંચ પર સંતરામપુર કડાણા નો દાખલા નો પ્રશ્ન જે ગેરસમજ થયેલી હતી. મુખ્યમંત્રીની હાજરીમાં કડાણાના વાઘાભાઈ ડામોર સાથે વાતચીત કરીને નિરાકરણ લાવવામાં આવેલું હતું અને જણાવવામાં આવેલું કે, દાખલા તો આપવામાં જ આવે છે પરંતુ તેની વેરિફિકેશન માટેની આખા ગુજરાતમાં દરેક જગ્યાએ બાબતની સમિતિ રચેલી છે. હાલમાં પણ કડાણા તાલુકામાં દાખલા આપવામાં આવી રહેલા છીએ આ સાથે 133 વિધાનસભામાં ઉમેદવાર કુબેરભાઈ ડીંડોર, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, વાઘાભાઈ ડામોર, જિલ્લા પંચાયતના બાંધકામ સંવેદના ચેરમેન પ્રકાશભાઈ કટારા તમામ સમર્થન આપીને એક સાથે એક મંચ પર સંતરામપુરની 123 વિધાનસભાની બહુમતીથી જીતાડવા માટેનો અનુરોધ કરવામાં આવેલો હતો.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતાને રાજય સરકારે કરેલા કામોનો હિસાબ આપવા રાજયના મંત્રીઓ અને કેન્દ્રના નેતાઓ જાહેરસભા કરી રહ્યા છે. ત્યારે સંતરામપુર ખાતે રાજયના વર્તમાન અને ભાવિ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જાહેરસભાને સંબોધન કર્યુ હતું. જાહેરસભામાં મહિસાગર જિલ્લાના પ્રમુખ દશરથભાઈ બારીયાએ પ્રસાંગીક સંબોધન કર્યુ હતું.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સભાને સંબોધન કરતા જણાવ્યું કે, ભાજપ એ પ્રજાના કાર્ય કરતી પાર્ટી છે. ભાજપ પ્રજાના પ્રશ્નને વાંચા આપનારી અને નિરાકરણ કરનારી પાર્ટી છે. ગુજરાતની જનતાએ ભાજપનું કામ જોયુ છે. ભાજપના કામથી સંતુષ્ટ છે અને એટલ જ ભાજપ સાથે રહે છે. આજે સરકાર જે યોજના જાહેર કરે તે છેવાડાના માનવી સુઘી પહોંચાડવાનો અવિરત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આજે આદિવાસી સમાજના દીકરાઓ ભણી ગણીને આગળ આવ્યા છે. શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટી ગયો છે. તેની પાછળનું કારણ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કરેલી મહેનતનું પરિણામ છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપ સરકારે 108 એમ્બ્યુલન્સની સેવા શરૂ કરી અને દર્દીઓને ઝડપથી સારવાર મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજય અને દેશમાં વિકાસની રાજનીતી પ્રસ્થાપિત કરી. ગુજરાતમાં આજે દરેક ક્ષેત્રે વિકાસ થયો છે. થોડા દિવસ અગાઉ રાષ્ટ્રપતી દ્રોપદી મુર્મુજીના હસ્તે રાજપીપળા ખાતે રૂ.530 કરોડ ના ખર્ચે નવી કોલેજનું ખાતમુહૂર્ત કર્યુ છે. આજે આદિવાસી વિસ્તારમાં મેડિકલ કોલેજ પણ બનાવવામાં આવી છે. ગુજરાતમાં બે દાયકા પહેલા રમખાણો થતા દંગા થતા આજે ગુજરાતને શાંતીવાળુ રાજય બનાવ્યું છે. આ ચૂંટણીમાં વધુ મતદાન ભાજપ તરફ કરી જિલ્લાની દરેક બેઠક પર ઉમેદવારોને ઐતિહાસીક મતોથી વિજય બનવવા હાંકલ કરી.

રાજયસભાના સાંસદ અને રાજસ્થાનના વતની કરોડીમલ મીનાએ સંબોધન કરતા જણાવ્યું કે, સંતરામપુર વિધાનસભાના ઉમેદવાર ડો. કુબેરભાઇ ડિંડોરની બેઠકનો નંબર જ 123 છે. જેમાં પહેલા નંબરે કુબેરભાઇ ડિંડોર રહશે જયારે બાકીના ત્રણ નંબરથી વિરોધી પાર્ટીઓના ઉમેદવાર રહેશે. ગુજરાતમાં ચૂંટણી સમયે દિલ્હીથી કેટલાક લોકો અંહી રેવડી વહેચવા આવ્યા છે તેમનું ગુજરાતમાં કશું નહી ચાલે. ભાજપ સરકારમાં ગુજરાતમાં ચારેય તરફ વિકાસ છે. ભુપેન્દ્રભાઇ પટેલમાં એક સંતની ઝાંખી દેખાય છે. આદિવાસી સમજના ઉત્થાન માટે પુર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપાયજી અને હાલના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી કામ કર્યું છે. આ ચૂંટણીમાં વિરોધી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થાય તેટલુ જંગી મતદાન કરજો. ભાજપને મત આપી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો હાથ વધુ મજબૂત કરવાની વધુ એક તક આપ સૌને મળી છે. ભાજપના ઉમેદવારને જંગી મતો આપી કમળ ખીલવવા વિંનતી કરી.

આ જાહેરસભામાં જિલ્લાના પ્રમુખ દશરથભાઇ બારીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ રમિલાબેન ડામોર, વિધાનસભાના ઇન્ચાર્જ, તાલુકા પંચાયતના પ્રમુખ શારદાબેન સહિત જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.