પર્સન વીથ ડીસએબીલીટી નોડલ અધિકારીના અધ્યક્ષ સ્થાને સંતરામપુર ખાતે”દિવ્યાંગ મતદાન જાગૃતિ” કાર્યક્રમ યોજાયો

મહીસાગર,

“ચૂંટણી’ એટલે લોકશાહીમાં પોતાની હિસ્સેદારી નોંધાવવાનો “અવસર”. આ અવસરમાં સમાજનો દરેક વર્ગ પોતાની હિસ્સેદારી નોંધાવે તે માટે ચૂંટણી પંચ દ્વારા નોંધપાત્ર પ્રયાસો થઈ રહ્યા છે. સમાજના યુવા વર્ગથી લઈને જૈફ વયના મતદારો મતદાન થકી ચૂંટણી પર્વમાં જોડાઈને લોકશાહીના પાયાને વધુ મજબુત કરે તે માટે અનેક સુવિધાઓનું નિર્માણ કર્યું છે.

જે અનુસંધાને લોકશાહીના પર્વમાં મહીસાગર જિલ્લાના દિવ્યાંગજનો મતદાન થકી 100 ટકા હિસ્સેદારી નોંધાવે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ બી આર સી ભવન સંતરામપુર ખાતે પર્સન વીથ ડીસએબીલીટી નોડલ અધિકારીના અધ્યક્ષ સ્થાને “દિવ્યાંગ મતદાન જાગૃતિ” કાર્યક્રમ યોજાયો.