
પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહની અરજી પર દિલ્હી હાઈકોર્ટે મંગળવારે એક રિયલ એસ્ટેટ કંપનીને નોટિસ ફટકારી છે. ૨૦૧૧માં ભારતને વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર યુવરાજ સિંહે કોર્ટ પાસે માંગ કરી છે કે વિવાદના સમાધાન માટે મયસ્થી નિયુક્ત કરવામાં આવે. જસ્ટિસ હરિ શંકરે અરજીની ટૂંકમાં સુનાવણી કરી અને બ્રિલિયન્ટ ઈટોઈલ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી જવાબ માંગ્યો.
બાર એન્ડ બેન્ચના રિપોર્ટ અનુસાર, યુવરાજ સિંહે આરોપ લગાવ્યો કે કંપનીએ તેમને લેટ આપવામાં વિલંબ કર્યો અને તેની ગુણવત્તા પણ નબળી હતી. યુવરાજ સિંહે ૨૦૨૧માં દિલ્હીના હૌજ ખાસમાં આ કંપનીનો લેટ બુક કરાવ્યો હતો. તે સમયે તેની કિંમત ૧૪.૧૦ કરોડ રૂપિયા જણાવવામાં આવી હતી. ભૂતપૂર્વ ક્રિકેટરને નવેમ્બર ૨૦૨૩ માં લેટનો કબજો મળ્યો હતો, પરંતુ જ્યારે તે મિલક્ત જોવા ગયો ત્યારે તેની ગુણવત્તા ઓછી હતી.
યુવરાજ સિંહે કહ્યું છે કે બિલ્ડરે ક્વોલિટી સાથે ચેડા કર્યા છે અને ફિટિંગ, લાઇટિંગ વગેરે ખરાબ છે. તેઓએ ડિલિવરીમાં વિલંબ અને નબળી ગુણવત્તા માટે વળતરની માંગ કરી છે. યુવરાજ સિંહે પણ વ્યક્તિત્વ અધિકારોના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે ડેવલપરે તેની બ્રાન્ડ વેલ્યુનો દુરુપયોગ કર્યો છે. તેમણે એમઓયુની શરતોના ઉલ્લંઘનનો આક્ષેપ કર્યો છે. તેમનું કહેવું છે કે શરતો મુજબ નવેમ્બર ૨૦૨૩ પછી પ્રોજેક્ટના પ્રચાર માટે તેમના ચહેરાનો ઉપયોગ કરી શકાશે નહીં.
યુવરાજે કહ્યું કે એમઓયુનો સમયગાળો પૂરો થઈ ગયો હોવા છતાં બિલ્ડર દ્વારા બિલબોર્ડ, પ્રોજેક્ટ સાઈટ, સોશિયલ મીડિયા અને લેખોમાં તેમના ફોટોગ્રાસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. યુવરાજ સિંહ વતી એડવોકેટ રિઝવાને દલીલો રજૂ કરી હતી. રિયલ એસ્ટેટ કંપનીની પ્રતિક્રિયા હજુ જાણવા મળી નથી.