સંતરામપુર,
સંતરામપુર નગરના નગરપાલિકાની સામે મુખ્ય પાણીની પાઇપ લીકેજ હજારો લીટર પાણીનો વેડફાડ રહ્યું. સંતરામપુર નગરમાં નગરપાલિકાનો સામે મુખ્ય રસ્તા પર મુખ્ય પાણીની પાઇપલાઇન લીકેજ થતા હજારો લીટર પાણીનો બગાડ થઈ રહેલો જોવા મળી રહ્યો હતો. પાલિકાની સામે જ આશરે બે કલાક સુધી પાણી રોડ ઉપર ઉંચા ફુવારા મારીને રેલમછેલ થઈ રહ્યું હતું પરંતુ નગરપાલિકા તંત્રની ગોળ બેદરકારીના કારણે પાણીનો બગાડ ના થાય તે માટે મુખ્ય વાલ પણ બંધ કરવામાં આવેલો ન હતો. પાલિકાની સામે જ પાણીનો બગાડ થતો અટકાવવા તૈયાર નથી.