પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને જનરલ ઓબ્ઝર્વરઓની ઉપસ્થિતિમાં દ્વિતીય સ્ટાફ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ

ગોધરા,

જિલ્લા ચૂંટણી અધિકારી સુજલ મયાત્રા અને પંચમહાલ જિલ્લાના પાંચ વિધાનસભા મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વરઓની ઉપસ્થિતિમાં આજરોજ કલેકટર કચેરી ગોધરા ખાતે દ્વિતીય સ્ટાફ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આજરોજ દ્વિતીય સ્ટાફ રેન્ડમાઇઝેશન દ્વારા પ્રિસાઈડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસરના વિધાનસભા વિભાગ નક્કી કરવામાં આવ્યા છે.

આ પ્રક્રિયામાં જનરલ ઓબ્ઝર્વર ડો.કે.વાસુકી, શક્તિસિંહ રાઠોર, દેબાજ્યોતિ દત્તા, અધિક જિલ્લા કલેકટર એમ.ડી.ચુડાસમા,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નેહા ગુપ્તા સહિત નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.