પંચમહાલ સામાજીક સમરસતા મંચ દ્વારા શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના જ્ઞાનનો અભ્યાસક્રમમાંં સમાવેશના વિરોધને વખોડી કલેકટરને આવેદન આપ્યું

પંચમહાલ જીલ્લા સામાજીક સમરસતા મંંચ દ્વારા શ્રીમદ્દ ભગવદ્દ ગીતના જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશ વિરોધને વખોડી કાઢી આ બાબતે જીલ્લા કલકેટરને આવેદન આપવામાં આવ્યું.

અભ્યાસક્રમમાં શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો પોતાના અંગત નિહિત સ્વાર્થ અને રાજકીય તૃષ્ટીકરણ માટે વિરોધ કરી રહ્યા છે. તેનો સામાજીક સમરસતા મંચ દ્વારા કડક શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો છે. ભગવદ્દ ગીતામાં દર્શાવેલ મુલ્યો અને સિઘ્ધાંતો કોઈ ધર્મ-જાતિ-પંથ કે મન-સંપદાયનો ઉલ્લેખ કાઢી કરી કહેવામાં આવ્યો નથી. ભગવદ્દ ગીતામાં જ્ઞાન-ભકિત અને કર્મયોગના તિતિગત સિઘ્ધાંતો અને મૂલ્યો સમજાવ્યા છે. શાંતિ સલામતી અને દેશ નિષ્ઠાથી જીવન વ્યતિત કરવા માંગતા મનુષ્ય માત્રને સમાનરૂપે લાગુ પડે છે. આ જ્ઞાન સહુ કોઈના જીવન વિકાસ માટે મહત્વનું છૃા. અદાલતમાં આજે પણ શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના નામે શપથ લેવાય છે. તે સત્ય-નિષ્ઠા-ન્યાય અને પ્રમાણિકતાનુંં પ્રતિક છે. ભારતીય બંધારણના ધડવૈયા ર્ડા. બાબાસાહેબ આંબેડકર પોતાના સમાહિકોમાં ભગવદ્દ ગીતાના શ્ર્લોકોના આધાર લઈ છે. સત્ય સ્થાપના સત્યાગૃહ, અસમાનતા અને અસ્પૃશ્યતાનો છેદ ઉડાવવામાં આવ્યો છે. ભગવદ્દ ગીતામાં દર્શાવેલ સદ્દગુણોનુંં વિદ્યાર્થીઓના પ્રારંભિક જીવનમાં સંવર્ધન થાય તે ભવિષ્યના પ્રભુ દુધ અને શકિતશાળી ભારત માટે અનિવાર્ય છે. વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના પાઠ સમાવિષ્ટ કરવા માટે રાજ્ય સરકાર શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના જીવન મુલ્યોના પાઠ કોઈપણ ભેદભાવ વગર ભણવામાં આવે છે. તે કોઈપણ વિરોધથી વિચલીત થવા વગર ચાલુ રાખવા અનુરોધ કર્યો.