વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump)દાવો કર્યો છે કે દેશના નાગરિકોને ઓક્ટોબરમાં જ કોરોના વેક્સીન (Covid-19 Vaccine)મળી જશે. ચીને (China)એક દિવસ પહેલા જાહેરાત કરી હતી કે નવેમ્બરના પહેલા સપ્તાહમાં લોકોને કોરોના વેક્સીન (Coronavirus vaccine)ઉપલબ્ધ કરાવવામાં આવશે. હવે ટ્રમ્પે કહ્યું છે કે ઓક્ટોબરમાં કોરોના વેક્સીનનું વિતરણ શરૂ થઈ શકે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિએ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકામાં કોવિડ-19 વેક્સીનનું ઓક્ટોબરમાં વિતરણ કરવામાં આવી શકે છે અને 2020ના અંત સુધી વેક્સીનના લગભગ સો કરોડ વેક્સીન વિતરણ કરવામાં આવી શકે છે. આપણે ઘણા સુરક્ષિત અને પ્રભાવી તરીકેથી વેક્સીનને વિતરણ કરવાના ટ્રેક પર છીએ. અમને લાગે છે કે આપણે ઓક્ટોબરમાં ગમે ત્યારે શરૂ કરી શકીએ છીએ. આપણે ઓક્ટોબરના મધ્યમાં વિતરણ શરૂ કરી શકીશું તેમાં થોડું લેટ થાય પણ તે તે મહિનામાં જ થશે. થોડા જ મહિનામાં કોરોના પર કાબુ કરી લેવામાં આવશે.
બીજી તરફ અમેરિકા રોગ નિયંત્રણ અને રોકધામ કેન્દ્રના નિર્દેશક રોબર્ટ રેડફીલ્ડે કહ્યું હતું કે કોરોના વાયરસના સમયે વેક્સીનની સરખામણીમાં માસ્ક પહેરવું વધારે પ્રભાવી હશે. ટ્રમ્પે પોતાની સલાહ રાખતા કહ્યું કે માસ્ક વેક્સીનથી વધારે પ્રભાવી નથી. માસ્ક મદદ કરે છે. ઘણા લોકોને માસ્ક પહેરવાનો કોન્સેપ્ટ પસંદ આવ્યો નથી. વેક્સીનમાં ઘણી શક્તિ છે.