ગોમતીપુરમાં કારમાંથી દારૂ સાથે ૫.૨૧ લાખનો મુદ્દામાલ કબજે

ગોમતીપુરમાં દારૂ ભરેલી કાર જઈ કહી હોવાની માહિતીને આધારે સ્ટેટ મોનિટરીંગ સેલ (સએમસી)ના અધિકારીઓ કાર અટકાવીને તેમાંતી દારૂનો જથ્થો અને કાર મલીને કુલ રૂ. ૫,૨૧,૨૦૦ નો મુદ્દ્માલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરીને ચાર ફરાર આરોપીની શોધ હાથ ધરી છે.એસએમસીના અદિકારીઓને માહિતી મલી હતી કે ગોમતીપુરમાં રખિયાલ ક્રોસ રોડ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે કારમાં કેટલાક શક્સો દારૂનો જથ્થો લઈને જઈ રહ્યા છે.

માહિતીને આધારે પોલીસે અહીં વોચ રાખીને સ્કોડા કાર અટકાવી હતી. કારમાંતી પોલીસે રૂ.૧૬,૨૦૦નો દારૂ કબજે કર્યો હતો. પોલીસે કાર અને દારૂ મળીને કુલ રૂ. ૫,૨૧,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ બનાવ સંદર્ભે પોલીસે એક આરોપીની ધરપકડ કરીને ચાર ફરાર આરોપીની શોધ હાથ ધરી છે.