ગીર સોમનાથમાંથી ઝડપાઈ નશાની ખેપ, ૬ કરોડની કિંમતનો ૧૨ કિલો ચરસ જપ્ત

ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સ અને ચરસ મળવાનો સિલસિલો યથાવત છે. કચ્છ, દ્વારકા બાદ હવે ગીર સોમનાથમાંથી બિનવારસી ચરસના પેકેટો મળી આવ્યા છે. છારાના દરિયા કાંઠે એક પોટલું તણાઈ આવ્યું હતું.

દરિયાકાંઠે રહેતા માછીમારોના નાના બાળકોના યાને આવતા તેઓએ તેમના વાલીઓને વાત કરી હતી અને જે માછીમારોએ પોલીસ ને જાણ કરી હતી. જે શંકાસ્પદ ચરસનો જથ્થો કબજે કરી પોલીસે ફરિયાદ દાખલ કરી છે. આ તમામ પેકેટની ખરાઈ કરવા માટે એફ.એસ.એલ.ને જાણ કરવામાં આવી હતી બાદ જે એફ.એસ.એલ.ના રિપોર્ટ મુજબ આ ૧૨ કિલો ૧૦ ગ્રામ અફઘાન ચરસ કે જેની આંતરરાષ્ટ્રીય કિંમત ૬ કરોડ ૫૦ હજાર છે.

એસ.ઓ.જી પોલીસ દ્વારા આ બિનવારસી મળેલા ચરસમાં અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી ચરસનો જથ્થો ક્યાંથી આવ્યો? જેને લઈ સઘન તપાસ હાથ ધરાઈ છે. ગુજરાતનો દરિયો છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ માફીયાઓ માટે પ્રવેશ દ્વાર બન્યો હોય તેમ ગુજરાતના અલગ અલગ બંદરો પરથી છેલ્લા એક – દોઢ વર્ષમાં હજારો કરોડો રૂપિયાના નશીલા પદાર્થો મળી આવ્યા છે