ભારત જેવા દેશમાં કોઈ શહેરના પોલીસ કમિશ્ર્નરની વિદાય સમારંભ પણ વાજતે-ગાજતે થતું હોય છે, પણ યૂરોપના એક મોટા દેશમાં શનિવારે જે જોવા મળ્યું તે ભાગ્યે જ કદાચ ભારતમાં જોવા મળે. હકીક્તમાં જોઈએ તો, થયું છે કંઈક એવું કે નેધરલેન્ડના પીએમ રહેલા માર્ક રુટે પોતાનો કાર્યકાળ પુરો થયા બાદ નવા પીએમને સત્તાની ચાવી સોંપ્યા બાદ તરત પોતાની સાયકલ લઈને નીકળી ગયા હતા.
તેમણે ચાવીને આપીને તરત સાયકલ ઉઠાવી અને પોતાના ઘર તરફ નીકળી ગયા હતા. ચારેતરફ હાજર મીડિયાકર્મી તેમના ફોટો અને વીડિયો શૂટ કરતા રહ્યા હતા. પૂર્વ આઈપીએસ અધિકારી અને પુડુચેરીના ગવર્નર રહી ચુકેલી કિરન બેદીએ પોતાના સત્તાવાર એક્સ હેંડલથી ડચના પૂર્વ પ્રધાનમંત્રીની સાયકલ ચલાવીને પીએમ હાઉસમાંથી વિદાય લેતો વીડિયો શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ૧૪ વર્ષ સુધી સત્તામાં રહ્યા બાદ પૂર્વ ડચ પ્રધાનમંત્રી માર્ક રુટે પોતાના ઉત્તરાધિકારી ડિક સ્કોફને સત્તાવાર રીતે સત્તા સોંપવાની રસમ પુરી કર્યા બાદ પ્રધાનમંત્રી કાર્યકાળ છોડ્યો. સોશિયલ મીડિયા પર હાલમાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રુટ સાયકલ ચલાવીને ઓફિસ બહાર નીકળતા દેખાઈ રહ્યા છે. જ્યારે તેમના સ્ટાફના સભ્યો હાથ ઉચ્ચા કરીને તેમનો ઉત્સાહવર્ધન કરી રહ્યા છે.
૧૪ વર્ષ સુધી દેશનું નેતૃત્વ કર્યા બાદ રુટે પૂર્વ ગુપ્તચર પ્રમુખ ડિક શૂફને નેતૃત્વ સોંપી દીધું. જેમણે કિંગ વિલેમ એલેક્ઝેંડરની દેખરેખમાં આયોજીત એક સમારંભમાં સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો હતો. શૂફે મંગળવારે સત્તાવાર રીતે લાંબા સમયથી પ્રધાનમંત્રી રહેલા માર્ક રુટે પદભાર ગ્રહણ કર્યો હતો. ડચ ગુપ્તચર એજન્સી અને આતંકવાદ નિરોધક કાર્યાલયના ૬૭ વષય પૂર્વ પ્રમુખ ટોચના પદ માટે એક આશ્ર્ચર્યજનક વિકલ્પ તરીકે ઊભર્યા હતા. નવા પ્રધાનમંત્રીની નિયુક્તિ પરંપરાગત રાજકીય પરિદ્રશ્યથી એક મહત્વપૂર્ણ બદલાવનું પ્રતિક છે. કેમ કે તે કોઈ પણ રાજકીય પાર્ટી સાથે જોડાયા વિના ચૂંટણી પ્રવૃતિથી દૂર હતા.