ઈઝરાયેલે ગાઝા પર હવાઈ હુમલા કર્યા હતા. યુએન સંચાલિત શાળા પર પણ હુમલો થયો હતો. સત્તાવાર નિવેદન અનુસાર, આ હુમલામાં ૧૬ લોકોના મોત થયા છે. તે જ સમયે, લેબનોન સાથેની તેની ઉત્તરીય સરહદ પર પણ હિંસા શરૂ થઈ ગઈ છે.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા દસ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશો વચ્ચે યુદ્ધ રોકવાના પ્રયાસો ચાલુ છે. શુક્રવારે, ઇઝરાયેલે કહ્યું કે તે ક્તારી મયસ્થીઓ સાથે વાતચીત ચાલુ રાખવા માટે એક પ્રતિનિધિમંડળ મોકલશે. વડા પ્રધાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હમાસ સાથે યુદ્ધવિરામ અને બંધક મુક્તિ કરાર અંગે હજુ પણ અંતર છે. દરમિયાન, એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે એ વાત પર સહમતિ સધાઈ હતી કે વાટાઘાટો ચાલુ રાખવા માટે ઈઝરાયેલના વાટાઘાટકારો આવતા અઠવાડિયે દોહા જશે. હજુ પણ બંને પક્ષો વચ્ચે મતભેદો છે.
તમને જણાવી દઈએ કે નવેમ્બરમાં એક સપ્તાહના વિરામ બાદથી કોઈ યુદ્ધવિરામ થયો નથી. જે દરમિયાન ઈઝરાયેલની જેલમાં બંધ ૨૪૦ પેલેસ્ટાઈનના બદલામાં ૮૦ ઈઝરાયેલના બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. હમાસ સંચાલિત ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે પેલેસ્ટિનિયન શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્રની એજન્સી ેંદ્ગઇઉછ દ્વારા સંચાલિત શાળા પરના હુમલામાં ૧૬ લોકો માર્યા ગયા હતા. તે મય ગાઝામાં નુસરતમાં વિસ્થાપિત લોકોને આશ્રય આપી રહ્યું હતું.
ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે તેના વિમાનોએ અલ-જૌની શાળાની આસપાસના આતંકવાદીઓને નિશાન બનાવ્યા હતા. સૈન્યએ અગાઉ કહ્યું હતું કે તેણે ઉત્તરમાં શુજૈયા, મય ગાઝામાં દેર અલ-બલાહ અને દક્ષિણમાં રફાહ સહિત ગાઝા પટ્ટીના મોટા ભાગ પર ઓપરેશન શરૂ કર્યું છે. સેનાએ એક જાહેરાતમાં કહ્યું હતું કે તેને હમાસથી મુક્ત કરવામાં આવ્યો છે, પરંતુ હવે ત્યાં ફરીથી લડાઈ શરૂ થઈ છે, આ શુજૈયા વિસ્તાર છે.
પેરામેડિક્સે જણાવ્યું હતું કે શનિવારે નુસરત શરણાર્થી શિબિરમાં એક ઘર પર થયેલા હવાઈ હુમલામાં ૧૦ લોકો માર્યા ગયા હતા. રાતોરાત થયેલા હુમલામાં ચાર પત્રકારો પણ માર્યા ગયા હતા.
એક તરફ અમેરિકાએ ક્તાર અને ઈજિપ્ત સાથે વાતચીતમાં મયસ્થી કરી છે. તે બંને પક્ષો માટે મહત્વપૂર્ણ હોવાનું કહીને કરારની સંભાવનાઓ પર ચર્ચા કરી હતી. હમાસના વરિષ્ઠ અધિકારી ઓસામા હમદાને એએફપીને જણાવ્યું હતું કે મયસ્થીઓ દ્વારા જૂથના નવા વિચારો યુએસ પક્ષોને પહોંચાડવામાં આવ્યા હતા. ઇઝરાયેલમાં નિયમિત વિરોધ અને રેલીઓ સાથે બંધકોની મુક્તિ માટે સ્થાનિક સ્તરે દબાણ વયું.
બીજી બાજુ, ગાઝા યુદ્ધ શરૂ થયા પછી, ઇઝરાયેલ અને લેબનોનની ઇરાન સમથત હિઝબુલ્લાહ ચળવળ વચ્ચે લગભગ દરરોજ સીમા પાર ગોળીબાર થાય છે. છેલ્લા મહિનાથી હુમલામાં વધારો થયો છે. શનિવારે સવારે, ઉત્તર ઇઝરાયેલમાં સાયરન વાગ્યું અને લશ્કરે કહ્યું કે તેણે શંકાસ્પદ હવાઈ લક્ષ્ય ને તોડી પાડ્યું હતું અને લેબનોનથી શરૂ કરાયેલા બે દુશ્મન વિમાન ખુલ્લા મેદાન પર પડ્યા હતા.
સૈન્યએ અગાઉ કહ્યું હતું કે તેણે દક્ષિણ લેબનોનમાં રાતોરાત સરહદની નજીક, હિઝબુલ્લાહના ઘણા આતંકવાદી સ્થાનો પર હુમલો કર્યો હતો. હિઝબોલ્લાહના જણાવ્યા મુજબ, શનિવારે પૂર્વી લેબનોનમાં એક ઇઝરાયેલી ડ્રોન હુમલામાં એક વાહનને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં હિઝબોલ્લાહ અધિકારીનું મોત થયું હતું. ઇઝરાયેલે કહ્યું કે તે જૂથના એર ડિફેન્સ યુનિટનો ભાગ છે.