રાજ્યમાં બગડતા હવામાનના કારણે જોખમને જોતા ચારધામ યાત્રાને એક દિવસ માટે રોકી દેવામાં આવી છે. ભારે વરસાદના રેડ એલર્ટને યાનમાં રાખીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે લોકોને રવિવારે કોઈપણ પ્રકારની મુસાફરી ટાળવા માટે એડવાઈઝરી જારી કરી છે. ગઢવાલના કમિશનર વિનય શંકર પાંડેએ પણ ચારધામ યાત્રાને એક દિવસ માટે મુલતવી રાખવાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે આ નિર્ણય યાત્રાળુઓની જાન-માલની સુરક્ષાને યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. મુસાફરોએ જ્યાં હોય ત્યાં જ રહેવું જોઈએ.
હકીક્તમાં,કુમાઉ ડિવિઝનના તમામ છ જિલ્લાઓ તેમજ ગઢવાલ ડિવિઝનના રૂદ્રપ્રયાગ, ચમોલી અને પૌરીમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે ભૂસ્ખલનનું જોખમ વધી ગયું છે ત્યારે નદીઓના જળસ્તરમાં પણ વધારો થઈ શકે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના સચિવ વિનોદ કુમાર સુમને કહ્યું કે રવિવાર વરસાદની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે. રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લાઓમાં લોકોને કોઈપણ પ્રકારની મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે. ગઢવાલ કમિશનરે ચારધામ યાત્રાને એક દિવસ માટે રોકવાનો નિર્દેશ પણ આપ્યો છે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તમામ સંબંધિત જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટને ભારે વરસાદને યાનમાં રાખીને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપી છે. લોકોને સાવચેત રહેવા અને સલામત સ્થળોએ રહેવાની પણ અપીલ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ધામીએ આપત્તિ વ્યવસ્થાપન અને પુનર્વસન સચિવ વિનોદ કુમાર સુમન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ સાથે સંકળાયેલા અન્ય અધિકારીઓને યુએસડીએમએના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી તમામ જિલ્લાઓ પર સતત દેખરેખ રાખવા સૂચના આપી છે. તેમણે કહ્યું કે જો રસ્તો અવરોધિત છે, તો તે તરત જ ખોલવામાં આવે તેની ખાતરી કરવી જોઈએ. તેમણે સંભવિત આપત્તિને ધ્યાનમાં રાખીને તમામ સંસાધનોની ઉપલબ્ધતા સુનિશ્ર્ચિત કરવા અને દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે ખોરાક અને તબીબી ટીમો તૈયાર છે તેની ખાતરી કરવા માટે સૂચનાઓ આપી છે.