ભાજપ ધારાસભ્યો અને રાજકીય પક્ષોના ચૂંટણી ચિન્હોની ચોરી કરે છે.સંજયસિંહ

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહે પંજાબમાં વિપક્ષી પાર્ટીઓ પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે વિરોધ પક્ષો પર રાજ્યમાં આપ સરકાર વિરુદ્ધ ખોટો પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો. તમને જણાવી દઈએ કે ૧૦ જુલાઈના રોજ જલંધર પશ્ર્ચિમ (અનામત) વિધાનસભા સીટ પર પેટાચૂંટણી છે. આ અંગે ચૂંટણી સભાને સંબોધતા સંજય સિંહે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પ્રશંસા કરી હતી.

ભગવંત માન વિશે, આપ નેતાએ કહ્યું કે તેમણે સમાજના દરેક વર્ગ માટે ઐતિહાસિક કાર્ય કર્યું છે. પંજાબમાં સત્તાધારી પક્ષે આ પેટાચૂંટણી માટે મોહિન્દર ભગતને ઉમેદવાર બનાવ્યા છે. શીતલ અંગુરાલે આપ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ આ પેટાચૂંટણી હાથ ધરવામાં આવી છે. અંગુરાલ આપ છોડીને ભાજપમાં જોડાયા હતા અને હવે પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવાર છે.

સંજય સિંહે કોંગ્રેસ, ભાજપ અને શિરોમણી અકાલી દળ પર આપ સરકાર વિરુદ્ધ ખોટો પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે પોતાના શાસનમાં લોકો માટે કંઈ કર્યું નથી.આપ નેતાએ કહ્યું કે એસએડી શાસન દરમિયાન અકાલી નેતાઓ ’ગુંડાગીરી’માં સામેલ હતા, જ્યારે ભાજપ ’ચોરોની પાર્ટી’ છે. તેમણે કહ્યું કે તે અન્ય પક્ષોના ધારાસભ્યો અને ચૂંટણી પ્રતીકોની ચોરી કરે છે.

સંજય સિંહે કહ્યું કે, અમે સાયકલ ચોરો, બાઇક ચોરો વિશે સાંભળ્યું છે, પરંતુ ભાજપ એક અલગ પ્રકારનો ચોર છે. તે ધારાસભ્યો અને રાજકીય પક્ષોના ચૂંટણી ચિન્હોની ચોરી કરે છે. અહીં પણ ભાજપે અમારા ધારાસભ્યોની ચોરી કરી છે, જેના કારણે આ પેટાચૂંટણી થઈ રહી છે. થી યોજાયેલ.