- 108માં વઘુ સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખસેડાયો.
દાહોદ શહેર સહિત જીલ્લામાં શ્વાનો નો ત્રાસ બેહદ વદી ગયો છે. એકાદ માસમાં એક વખતે કોઈ શ્વાનો હડકાયુ થઈને કોઈ ગામમાં બે, પાંચ કે પંદર લોકોને બચકા ભરીને ભય ફેલાવે છે. ત્યારે આવો જ એક બનાવ લીમખેડા તાલુકાના મોટી વાસવાણી બન્યો હતો. તેમાં ઘર આંગણે રમી રહેલા 15 માસના બાળક ઉપર શ્વાન હુમલો કરીને મોઢા ઉપર ગંભીર પ્રકારની ઈજા થઈ હતી. જેથી તેને સારવાર માટે દાહોદ ખસેડવાની ફરજ પડી હતી. લીમખેડા તાલુકાના મોટી વાસવાણી ગામે રૂદ્ર નામક 15 મહિનાનું બાળક પોતાના ઘરની બહાર રમી રહ્યો હતો. આ વખતે તેના માતા-પિતા ઘરની અંદર જ હતાં. ત્યારે કોઈ જગ્યાએથી ધસી આવેલા શ્ર્વાને એકાએક જ રૂદ્ર ઉપર હુમલો કરી દીધો હતો. આક્રમક બનેલા શ્વાન તેના મોઢા ઉપર બચકાં ભરીને લોહીલુહાણ કરી નાખ્યો હતો. આ વખતે રડવાનો અવાજ સાંભળીને ઘરની બહાર દોડી આવેલા માતા-પિતાએ તેને શ્વાન થી છોડાવ્યો હતો. રૂદ્ર આખો લોહીભીનો થઈ ગયો હોવાથી તાત્કાલિક અસરથી 108 બોલાવવામાં આવી હતી. તેને નજીકના દવાખાને લઇ જવાયો હતો પરંતુ ત્યાંથી તેને દાહોદની ઝાયડસ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યો હતો. દાહોદમાં રૂદ્રની સારવાર કરવામાં આવી હતી. આ ઘટનાથી મોટી વાસવાણી ગામમાં ભયની લાગણી ફેલાઈ ગઈ હતી.