
કાલોલ હાલોલ અને ઘોઘંબાના જુદા જુદા ગામોથી જુદા જુદા ખેડૂતોને વિશ્વાસમાં લઈ ભાડા કરાર કરી માસિક ભાડે ટ્રેકટર લઈ ભરૂચ જીલ્લાના ગામમાં અલગ અલગ ખેડૂતોને ઊંચી રકમે આ ટ્રેક્ટર ગીરવે મૂકી દેતા રાહુલભાઈ નર્વતસિહ સોલંકીને પકડી પૂછપરછ કરતા પોલીસ તપાસમાં જુદા જુદા વિસ્તારના લોકો પાસે માસીક ભાડાથી ટ્રેકટર ભાડે રાખી એક બે મહિના ભાડુ ચુકવી આવા ટ્રેકટર બારોબાર બીજાને ગીરવે આપી દેવાનુ મોટુ ષડયંત્ર બહાર આવ્યુ હતુ. જેથી કાલોલ પોલિસે ભાડે રાખી ગીરવે મુકેલ નંબર પ્લેટ વગરના 17 ટ્રેકટરો કબજે કર્યા હતા અને એક ઈકો કાર પણ મળી આવેલ આ કેસમા કાલોલના સીનીયર પીએસઆઈ સી.બી. બરંડા એ વધુ તપાસ કરતા ભરૂચ જીલ્લાના જંબુસરના ભળકોદ્રાના કોલીવાડમાં રહેતા શબ્બીર ઊર્ફે બોખી ઈસ્માઈલને ટ્રેકટર આપ્યા હોવાનુ બહાર આવતા તેની પણ અટકાયત કરી છે. બન્ને આરોપીઓને કોર્ટે સમક્ષ રિમાન્ડ માટે રજૂ કરી પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગેલ જેથી કાલોલ કોર્ટે સોમવાર સુધીના રિમાન્ડ મંજુર કરેલ રિમાન્ડ દરમ્યાન વધુ ટ્રેકટરની માહીતી બહાર આવે તેવી શકયતા છે.