દે.બારીયા શહેર માંથી પસાર થતો માર્ગ અને મકાન વિભાગનો રોડ શહેરના સંચાગલી નાકે થી ભે દરવાજા સુધી હાલતમાં એટલો બિસ્માર થઈ ચુકયો છે. આ રોડ ઉપરથી ઈમરજન્સી 108 વાહનને પણ ગોકુળગતિએ ચલાવવાનો વારો છે. 108 વાહનમાં દર્દીને સારવાર માટે લઈ જવો હોય તો શું તાત્કાલીક સારવાર મળી શકે છે. ખરી તે યક્ષ પ્રશ્ર્ન છે.
શુકવારના દિવસે ધોધમાર વરસાદ વરસતા મોટામોટા ખાડામાંં રોડ છે કે પછી રોડમાં ખાડા છે. તે વાહન ચાલકોને સમજમાં આવતું નથી. દે.બારીયા શહેર અને તાલુકાો જીલ્લા માટે મોડલ તાલુકો કહેવામાં આવે છે. મોડેલ તાલુકાના શહેરમાં બિસ્માર રોડ છે. માર્ગ અને મકાન વિભાગ કાર્યપાલક ઈજનેર લીમખેડાની ઓફિસ માંથી તમારી કચેરી હસ્તક આવતો યાત્રાધામ જવાનો રોડ બિસ્માર થઈ ગયો છે. છેલ્લા દશ વર્ષથી આ રોડ બનવા પામ્યો નથી. માત્ર ને માત્ર થીગડાં અને પૂરણ કરી છે. હાલમાં તો બે-ચાર માસ થી કોઈ રીપેરીંગનું કાર્ય હાથ ધરાયો નથી. માટે તેને કામચલાઉ રીપેરીંગ કરવામાં આવે અને પછી નવો બનાવા માટે હાલથી ટેન્ડરો બહાર પાડવામાં આવે.
તેવી માંગ ઉઠવા પામી છે. થીગડાં થાંગળી તો હવે નહિ ચાલે તેવી વાહન ચાલકો અને રાહદારીઓને માંગ ઉઠવા પામી છે. સામે આવતો પવિત્ર શ્રાવણ માસમાં પાવાગઢ જતાં માંઈ ભકતો દર્શન માટે આજ રોડ ઉપરથી પસાર થશે. જેથી માંંઈ ભકતોને હાલાકી ના થાય તેની તકેદારી દાખવે અને સંવેદનશીલતાનો ઉદાહરણ માર્ગ અને મકાન વિભાગના પદના અધિકારીઓ પુરુ પાડશે તેવી ધર્મ પ્રેમીઓને આશા છે.