સ્પોટેડ ઘુવડની પ્રજાતિઓને લુપ્ત થવાના આરે છે. તેને બચાવવા માટે અમેરિકન વન્યજીવન અધિકારીઓ ઘુવડની અન્ય આક્રમક પ્રજાતિઓને મારી નાખવાની યોજના બનાવી રહ્યા છે. સ્પોટેડ ઘુવડની સંખ્યામાં ઘટાડો થવાનું કારણ ઉત્તર અમેરિકામાં જોવા મળતા ઘુવડની પ્રજાતિ છે. જેને બાયર્ડ ઘુવડ કહેવામાં આવે છે. આ પ્રજાતિ ઘુવડની સૌથી મોટી પ્રજાતિઓમાંની એક ગણાય છે, અને આ પ્રજાતિ આક્રમક છે, જેની આક્રમક્તાથી નાના સ્પોટેડ ઘુવડ લડી શક્તા નથી, કારણકે તેમની ક્ષમતા ઘણી ઓછી છે. ત્યારે યુએસ ફિશ એન્ડ વાઇલ્ડલાઇફ સવસે એક નવી વ્યૂહરચના બનાવી છે. આ વ્યૂહરચના ઘુવડની આક્રમક પ્રજાતિઓને મારી નાખવા માટેની છે.
લુપ્ત થતી ઘુવડની પ્રજાતિઓને બચાવવા માટે દાયકાઓથી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રયાસોમાં તે જંગલોના રક્ષણ પર યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. અને તેના કારણે જંગલોને કાપવા અંગે પણ વિવાદ ઉભા થયા છે. પરંતુ પક્ષીઓની ઘટતી સંખ્યાને લઈને આમ કરવું જરુરી છે. આ બાબતે અધિકારીઓનું કહેવું છે કે, ઘુવડનું કોઈ કાયમી વ્યવસ્થાપન નહીં કરવામાં આવે તો આટલા લાંબા સમયથી તમામ પ્રયાસો કરવા છતાં સ્પોટેડ ઘુવડની પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે. આ વ્યૂહરચના ઘણા લોકો દ્વારા અનિચ્છાએ સ્વીકારવામાં આવી છે.
વન્યજીવના સમર્થકો અને સંરક્ષણવાદીઓ એક પક્ષીની પ્રજાતિને બચાવવા માટે બીજાને મારી નાખવાના નિર્ણયને લઈને વિવાદ ઉભો થયો છે. કેટલાક લોકોએ અનિચ્છાએ ઘુવડને મારવાના નિર્ણયને સ્વીકાર કર્યો છે. જ્યારે કેટલાક લોકોનું કહેવું કે, આ આવશ્યક વન સંરક્ષણથી લાપરવાહીપુર્વક યાન ભટકાવવાનું છે. “જેઓ વન્યજીવોના રક્ષક છે, તેઓ જ હવે જુલમી બની રહ્યા છે,” તેમણે આગાહી કરી હતી કે, યોજના નિષ્ફળ જશે, કારણ કે બાર્ડ ઘુવડોને રોકી ન શકાય. જો કે, અધિકારીઓનું કહેવું છે કે, આગામી વસંતમાં ઘુવડને મારવાનું શરુ કરી દેવામાં આવશે.
માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે, આ આયોજન આવતા વર્ષે માર્ચ અથવા એપ્રિલ મહિનામાં ઘુવડોને મારવાનું શરુ કરી દેશે. તેના માટે મેગાફોન દ્વારા જંગલમાં ઘુવડના રેકોડગ અવાજ વગાડીને બાકીના ઘુવડોને બોલાવવામાં આવશે અને ત્યારબાદ તેમને ગોળી મારીને તેમના મૃતદેહોને તે જ જગ્યાએ તરત જ દફનાવવામાં આવશે.