ભુજમાં યુવકનું ફેકટરીના મશીનમાં આવી જતા કમકમાટીભર્યુ મોત

કચ્છમાં ભુજની ભાગેળે આવેલા નાગોર રોડ પર ફેક્ટરીમાં કામ કરતા યુવકનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે. ગ્રાઈન્ડિંગ મશીનમાં આવી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કચ્છ જીલ્લામાં ભુજની નજીક આવેલા ભંગારના વાડામાં ફૌઝાન રમજુ સામેજા નામનો યુવાન કામ કરી રહ્યો હતો. દરમિયાન તેના શરીરનાં અંગો મશીનમાં આવી જતાં શરીરના ટુકડા થઈ ગયા હતા. મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. આકસ્મિક દુર્ઘટના સર્જાતા મૃતકના ઘરમાં શોક ફેલાયો છે. પરિવારે ઘરનો સભ્ય ગુમાવતા શોકની લાગણી છવાઈ છે. નાગોર રોડ પર ફેક્ટરીમાં અકસ્માતથી હવે માલિક મૃતકને વળતર ચૂકવે છે કે નહિ તે જોવું રહ્યું.