વડોદરામાં ગરીબ આવાસ યોજનામાં વૃદ્ધાનો જીવ ગયો છે. વૃદ્ધા ભોજન કરતા હતા ત્યારે છત પડતાં તેમનું મોત થયું હતું. વડોદરાના જાંબુવાનો બનાવ સામે આવ્યો છે. ગરીબ આવાસ યોજનાની જર્જરિત છત ધરાશાયી થતાં વૃદ્ધાનું નિધન થયું છે. આના પગલે વડોદરામાં કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા વૈકલ્પિક રહેવાની વ્યવસ્થાના લીધે જીવના જોખમે રહેવા લાચાર છે. સ્થાનિક કાઉન્સિલેરને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાના આક્રોશ સાથે નાગરિકોને રજૂઆત કરી હતી. આ મુદ્દે વડોદરાના સ્થાનિક કાઉન્સેલર પણ મેદાનમાં ઉતાર્યા હતા.
સ્થાનિક નગરસેવકે પોલીસ સમક્ષ માંગ કરી હતી કે કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને આવા બીજા જેટલા પણ જર્જરિત મકાન છે તેના અંગે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તાકીદે પગલા લે અને તેનું સમારકામ કરાવે. આવા બીજા મકાનોમાં કોઈપણ દુર્ઘટના બની તો તેની જવાબદારી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હશે.