નવસારીમાં યુવકે પોલીસ સ્ટેશન નજીક જ મોતને વ્હાલુ કર્યું

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં યુવકે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પોલીસ સ્ટેશનની બાજુમાં જ યુવકે આત્મહત્યા કરતા ચકચાર મચી છે. પોલીસ સ્ટેશન નજીક હોલના દરવાજા સાથે શર્ટ બાંધીને યુવકે મોતને વ્હાલુ કર્યું હતું. જણાવી દઈએ કે, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.

બનાવની વિગતો જોઈએ તો, નવસારી જિલ્લાના ચીખલીનો આ બનાવ સામે આવ્યો છે. ભીખુભાઇ બાબુભાઇ હળપતિ નામના યુવકે ચીખલી પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ હોલના દરવાજે લટકી મોતને વ્હાલું કર્યું હતું. આ બનાવની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લઇ તપાસ હાથ ધરી હતી. પોલીસને તપાસ દરમિયાન ષ્ઠષ્ઠં ફૂટેજ મળી આવ્યા હતા જેમાં સમગ્ર ઘટના કેદ થઈ હતી.

સીસીટીવી ફુટેજમાં જોઈ શકાય છે કે, યુવક સૌથી પહેલા હોલમાંથી બહાર નીકળે છે અને ખુલ્લામાં જ્યાં જગ્યા દેખાય છે ત્યાં જાળી પાસે જ આવીને પોતાના હાથમાં રહેલા શર્ટને ભરાવીને આત્મહત્યા કરી લે છે.

મહત્વનું છે કે, પોલિસની પ્રાથમિક તપાસમાં આ યુવક અસ્થિર મગજનો હોવાનું સામે આવ્યું છે. જો કે ક્યાં કારણોસર આત્મહત્યા કરી તેનું હજુ કોઈ નક્કર કારણ મળ્યું નથી પરંતુ પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ કરાવી વધુ આગળની તપાસ શરૂ કરી છે.