વડોદરામાં ડોક્ટરે લગ્નની લાલચ આપીને નર્સ દુષ્કર્મ આચર્યુ

વડોદરામાં નર્સ પર ડોક્ટરે દુષ્કર્મ આચર્યુ છે. ડોક્ટરે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યુ છે. બંનેનો ઇન્સ્ટાગ્રામ થકી પરિચય થયો હતો. પીડિત યુવતી ગોત્રીમાં ભાડાના મકાનમાં રહેતી હતી. પીડિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસે આરોપી ડોક્ટર ભાવેશ વસાવાની ધરપકડ કરી છે. આમ છતાં પોલીસનું કહેવું છે કે આ મુદ્દે કોર્ટ કેવું વલણ અપનાવે છે તેના પર નજર છે. દેખીતી નજરે આ દુષ્કર્મનો કિસ્સો તો નહીં શકાય, પણ તેણે લગ્નનું વચન આપીને છેતરપિંડી કરી છે તે હકીક્ત છે. એક રીતે આ ફ્રોડ કર્યુ કહી શકાય. આ કિસ્સામાં તેના પર કદાચ બળાત્કારના બદલે છેતરપિંડીની કલમ પણ લાગી શકે.