સુરત,
સુરતમા ઓટો રીક્ષામાં મુસાફરોના સ્વાંગમાં પેસેન્જરોના મોબાઈલ તેમજ પાકીટની ચોરી કરતી ટોળકીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ૫૧ હજારની મત્તા કબજે કરી હતી.તેમજ પુણા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.આ સમગ્ર ઘટનાની વિગત મુજબ સુરત ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે ડીંડોલી ભેસ્તાન આવાસ નજીકથી રીક્ષામાં મુસાફરોના સ્વાંગમાં પેસેન્જરોના મોબાઈલ તેમજ પાકીટની ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી હતી. પોલીસે તેઓની પાસેથી ચોરી કરેલા રોકડા રૂપિયા ૪૫૦૦, ૩ મોબાઈલ અને એક ઓટો રીક્ષા મળી કુલ ૫૧ હજારની મત્તા કબજે કરી હતી.
સુરત પોલીસ તપાસમાં આરોપીઓએ ગત ૧૯ નવેમ્બરના રોજ પુણા પાટિયા પાસે આવેલા સીએનજી પંપ પાસે સમીર સંજયભાઈ ચોબે નામના યુવકને રીક્ષામાં બેસાડી તેની નજર ચૂકવી ૪૫૦૦ રૂપિયા ચોરી કરી લીધા હતા. આ મામલે પુણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જે ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. વધુમાં પકડાયેલા ચારેય આરોપીઓ અગાઉ સલાબતપુરા, કાપોદ્રા, વરાછા, ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાઈ ચુક્યા છે. ડીસીબી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
જેમની ધરપકડ કરાઈ છે તેમાં ૧ અઝહર ઉર્ફે બાબા ગની શેખ (ઉ.૩૨, ધંધો રીક્ષા ડ્રાઈવર, રહે, એસએમસી આવાસ, ભેસ્તાન, સુરત) ૨ આસિફ ઉર્ફે બંટા શબ્બીર શેખ (ઉ.૨૪, ધંધો, મજૂરી, રહે, એસએમસી આવાસ, ભેસ્તાન, સુરત) ૩ ફારૂક ઉર્ફે શો યુસુફ મિરઝા (ઉ.૩૬, ધંધો, બીમ પસારવાની મજુરી, રહે, એસએમસી આવાસ, ભેસ્તાન, સુરત) ૪ શરીફ ઉર્ફે કાલીયા ચાંદ શેખ (ઉ.૨૬, ધંધો મજુરી, રહે, એસએમસી આવાસ, ભેસ્તાન, સુરત)નો સમાવેશ થાય છે.