ગુજરાત વહીવટી સેવા સંવર્ગ જીએએસ (સિનિયર સ્કેલ) અઘિકારી એસ જે પંડ્યા ને તા.૫ જુલાઈ ૨૦૨૪ બપોર બાદ તાત્કાલિક અસર થી રાજ્ય સેવામાંથી જાહેર હિતમાં અપરિપક્વ નિવૃત કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર ના નાણાં વિભાગ અંતર્ગત ના નાયબ રાજ્ય વેરા કમિશનર વર્ગ ૧ ના બે અધિકારીઓ શ્રી દોલતભાઈ પરષોત્તમભાઈ નેતા અને શ્રી એસ.એચ .ગાંધીને તેમની સેવાઓમાંથી તાત્કાલિક અસરથી તારીખ ૫ જુલાઈ ૨૦૨૪ બપોર બાદ અપરિપક્વ નિવૃત કરવામાં આવ્યા છે.
દોલતભાઈ પરષોત્તમભાઈ આશ્રમ રોડ પરની સરકારી કચેરીમાં નાયબ રાજ્ય વેરા કમિશનર વર્ગ ૧ ના અધિકારી તરીકે સેવા આપી રહ્યા છે. દોલતભાઈએ આર્ટસમાં ગ્રેજ્યુએશન કરવા બાદ બી.એડનો પણ અભ્યાસ કર્યો હતો. દોલતભાઈની નાયબ રાજ્ય વેરા કમિશનર વર્ગ ૧ના અધિકારી તરીકે માર્ચ-૨૦૧૯માં નિમણૂંક કરવામાં આવી હતી. સુરતના નિવાસીલ દોલતભાઈ પરષોત્તમભાઈ હાલમાં અમદાવાદની સરકારી કચેરીમાં કામ કરતા હોવાના સંબંધે ચાંદખેડા વિસ્તારમાં રહે છે.