રાહુલ ગાંધી આજે ગુજરાત આવશે, અગ્નિકાંડ પીડિતો અને કોંગ્રેસ ભવન પથ્થરમાં કસ્ટડીમાં રહેલ કાર્યકરોને મળશે

રાહુલ ગાંધી આવતીકાલે એટલે કે ૬ જુલાઈ શનિવારના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. અહીં તેઓ કાર્યર્ક્તાઓને મળશે. સંસદમાં હિન્દુ ધર્મ પર નિવેદન આપ્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો હતો. આથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે રાહુલ ગાંધી કોંગ્રેસના કાર્યકરોને મળશે અને આગળની રણનીતિ ઘડશે. રાજ્યના કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતની પુષ્ટિ કરી છે. અને કહ્યું કે તેઓ આવતીકાલની ગુજરાત મુલાકાતમાં રાજકોટ અગ્નિકાંડના પીડિતો, હરણીબોટ કાંડના પીડિતો અને કસ્ટડીમાં બંધ કાર્યકરોને મળશે.

જણાવી દઈએ કે વિપક્ષ નેતા બન્યા બાદ પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ હિન્દુવાદ મુદ્દે નિવેદન આપતા અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય પર બજરંગ દળ અને વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા હુમલો કરાયો હતો. ૨ જુલાઈના રોજ સંસદમાં રાહુલ ગાંધીએ સંસદમાં ભગવાન શિવની તસવીર બતાવતા કહ્યું કે જે લોકો પોતાને હિન્દુ કહે છે તેઓ જ હિંસા ફેલાવે છે. હિંદુઓ હિંસક હોય છે. હિદુંત્વ પરની રાહુલ ગાંધીની આ ટિપ્પણી બાદ અમદાવાદમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. તેમણે કહ્યું હતું કે જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ માત્ર હિંસા વિશે વાત કરે છે. ભાષણના એક દિવસ પછી, બજરંગ દળના કાર્યકરોના જૂથે અમદાવાદના પાલડીમાં કોંગ્રેસના મુખ્યાલય રાજીવ ગાંધી ભવનમાં તોડફોડ કરી હતી. આ મામલે કોંગ્રેસના કેટલાક કાર્યકરોને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. અને રાહુલ ગાંધી પોતાની આવતીકાલની મુલાકાતમાં પોલીસ કસ્ટડીમાં બંધ કોંગ્રેસ કાર્યકરોને મળશે.

નોંધનીય છે કે વિપક્ષ નેતા બન્યા બાદ રાહુલ ગાંધીની ગુજરાતમાં આ પ્રથમ મુલાકાત છે. લોક્સભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધને કોંગ્રેસના નેતૃત્વમાં સારું પ્રદર્શન કર્યું. જેના બાદ ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષોએ રાહુલ ગાંધીને જ વિપક્ષ નેતા તરીકે પસંદ કર્યા. રાહુલ ગાંધી વિપક્ષ નેતા બન્યા બાદ સંસદમાં ભાજપ અને એનડીએ ગઠબંધનને નીટ પેપર લીક, અગ્નિવીર જેવા મુદ્દે ઘેરી રહ્યા છે. સંસદમાં શપથ વિધિ ચાલુ હતી દરમ્યાન જ ઉત્તરપ્રદેશમાં હાથરસમાં યોજાયેલ એક સત્સંગ સભામાં ભાગદોડ મચતાં ૧૨૪ જેટલા લોકોના મોત થયા હતા. આજે રાહુલ ગાંધીએ હાથરસ મુલાકાત દરમ્યાન મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી સહાયતા કરવાનું વચન આપ્યું. હાથરસ અને અલીગઢ બાદ આવતીકાલે રાહુલ ગાંધી ગુજરાત આવશે. ગુજરાત મુલાકાતમાં તેઓ હરણી બોટ કાંડમાં ન્યાયમાં વિલંબ અને રાજકોટ અગ્નિકાંડમાં સરકારની નિષ્ક્રિયતા મામલે અનેક મુદે પોતાના કાર્યકરો અને પીડિતો સાથે વાતચીત કરી શકે છે.