દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના કુન્લી ગામે પોલીસને મળેલ બાતમીના આધારે એક રહેણાંક મકાનમાંથી પોલીસે ઓચિંતી પ્રોહી રેડ પાડી પોલીસે મકાન માંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા.2,07,840નો જથ્થો કબજે કર્યાનું જ્યારે પોલીસને જોઈ મકાન માલિક નાસી જવામાં સફળ રહ્યો હતો.
ગત તા.04 જુલાઈના રોજ લીમખેડા પોલીસને મળેલ બાતમીના લીમખેડાના કુન્લી ગામે ભે ફળિયામાં રહેતાં કીરણભાઈ અભેસીગભાઈ રાઠવાના રહેણાંક મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ પાડતાં પોલીસને જોઈ કીરણભાઈ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેના રહેણાંક મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.1320 કિંમત રૂા.2,07,840નો જથ્થો કબજે કરી આ સંબંધે લીમખેડા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.