દાહોદ જીલ્લાની હદમા આવેલ જાહેર(સરકારી) અને ખાનગી સસ્થાઓને રોજગાર વિનિમય કચેરી (સી.એન.વી.) એક્ટ-1959 અને નિયમ 1960નું પાલન કરવું ફરજીયાત છે. જે અંતર્ગત દાહોદ શહેર-તાલુકા-જીલ્લામાં આવેલા જાહેરક્ષેત્રની તમામ તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કચેરીઓ તેમજ બોર્ડ,નિગમ, કંપની તેમજ ખાનગીક્ષેત્ર (સેવા,ઉત્પાદન અને વેપાર) નાએકમો-સસ્થા જેવા કે કારખાના, ઓફીસ, શાળા-કોલેજો, હોસ્પિટલ, હોટેલ, પેટ્રોલપંપો, મોલ, શોરૂમ, બેન્કો, એન.જી.ઓ., ટ્રસ્ટ તેમજ તમામ આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટર એજન્સીઓએ ત્રિમાસિક ઈ.આર.-1 રીટર્ન 30 દિવસમાં તેમજ માત્ર ઉત્પાદન લક્ષી એકમોએ જ છ-માસિક 85%નું (સ્થાનિક-બિનસ્થાનિક) રીટર્ન 07 દિવસમાં જીલ્લા રોજગારની કચેરી,દાહોદને મોકલવુ ફરજીયાત છે. તા30/07/2024 અંતીત ઈ.આર-1 અને 85 % સ્થાનીક રોજગારી રીટર્ન રોજગાર કચેરીને મોકલવાની છેલ્લી તારીખ 07/07/2024 છે.તેમજ કોઈપણ ખાલી જગ્યા ભરવા 15 દિવસ પહેલા રોજગાર કચેરીને અથવા અનુબંધમ પોર્ટલ અને એનસીએસ પોર્ટલ પર ખાલી જગ્યાની જાણ વેકેન્સી (જોબ) પોસ્ટ નોટીફીકેશન કરાવવું ફરજીયાત છે.
રોજગાર કચેરીની ઓનલાઈન સેવા લેવા માટે ગુજરાત સરકારનુ અનુબંધમ પોર્ટલ (ANUBANDHAM. GUJARAT.GOV.IN) અને ભારત સરકારનુ (NCS.GOV.IN) પોર્ટલ કાર્યરત છે. અનુબંધમ પોર્ટલ પર કોઈપણ એકમ, સંસ્થા કે કચેરી જોબ પોસ્ટ કરીને જોબસિકર સર્ચ કરીને યોગ્ય ઉમેદવારને રોજગારીની તકો પૂરી પાડી શકે છે. સી એન વી એકટ અન્વયે સ્કુલો કોલેજો તેમજ બેંકો અને ટ્રસ્ટ દ્વારા ઈ.આર-1અને વેક્ધસી અંગેની માહીતી સમયસર મોકલવામા આવતી નથી. જે સમયસર મોકલવા તમામ એકમ, કચેરી ,સંસ્થાઓએ નોંધ લેવા રોજગાર અધિકારીએ અપીલ કરેલ છે.કાયદાની સમજ મેળવવા તેમજ રોજગારલક્ષી સેવા અને અનુબંધમ પોર્ટલ અને એન.સી.એસ. પોર્ટલ અંગે વધુ માર્ગદર્શન મેળવવા જીલ્લા રોજગારની કચેરી, ત્રીજો માળ, જીલ્લા સેવા સદન,છાપરી દાહોદનો સંપર્ક કરવા રોજગાર અધિકારીની યાદીમા જણાવ્યું છે.