- પ્રાકૃતિક કૃષિ તાલીમમાં ઉત્સાહભેર જોડાઈ પ્રાકૃતિક ખેતી પદ્ધતિને આવકારતા ખેડૂત ભાઈઓ-બહેનો.
દાહોદ જીલ્લાના અનેક નાના મોટા ગામોમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી માટે ક્લસ્ટર બેઝ તાલીમ યોજવામાં આવી રહી છે. જેમાં પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન પુરૂં પાડવામા આવીરહ્યું છે. પાંચ ગ્રામ પંચાયત દીઠ એક કલ્સ્ટર મુજબ જીલ્લામાં 119 કલસ્ટરની રચના કરી કલ્સ્ટર દીઠ ચાર તાલીમોકલ્સ્ટર બેઝ પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
પ્રાકૃતિકખેતીનાપ્રચાર પ્રસાર માટે ખેતીવાડી, આત્મા, બાગાયત વિભાગનીટીમનાસંયુક્તમહેનતઅનેધગશવડે ટેકનીકલ માસ્ટર ટ્રેનર અને પ્રાકૃતિક ખેતી કરતા ફાર્મર માસ્ટર ટ્રેનર દ્વારા દાહોદજીલ્લાના તમામ તાલુકાના અનેકગામોમાં 450 જેટલી પ્રાકૃતિક ખેતી તાલીમો તેમજ લાઇવ જીવામૃત નિદર્શન કરવામાં આવ્યું હતું. દાહોદજીલ્લાના ખેડુતો રાસાયણીક ખેતીનેસંપૂર્ણપણે છોડીને પ્રાકૃતિક ખેતીનેઅપનાવીને આવનાર સમયમાંપ્રાકૃતિક ખેતીના તમામ આયામોના ઉપયોગ થકી પ્રાકૃતિક ખેતી અપનાવવા આહ્વવાન તેમજ માર્ગદર્શન આપવામાં આવીરહ્યુંછે.
આત્મા પ્રોજેક્ટ ટીમ તેમજ પ્રગતિશીલ ખેડૂતો દ્વારા અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તેમજ રાસાયણિક ખેતી વચ્ચેનો મૂળ તફાવત જણાવી-સમજાવીને પ્રાકૃતિક ખેતી શા માટે આવશ્યક છે તેના કારણો દર્શાવવામાં આવે છે.સૌ પ્રથમ આપણાથી જ પહેલ કરવી જરૂરી છે, જ્યા સુધી કોઇ પહેલ નહી કરે ત્યા સુધી આપણે પ્રાકૃતિક ખેતીને સમજી નહી શકીશુ. પ્રાકૃતિક ખેતીની આજના સમયમાં કેમ જરૂરિયાત છે અને તેને સમયસર નહીં અપનાવવામાં આવે તો ખેતીમાં શુ નુકસાન થઇ શકે છે તેના વિશે ઉડાણપુર્વક માહીતી પુરી પાડવામાં આવે છે.
વધુમાં પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો જીવામૃત,બીજામૃત, ઘનજીવામૃત,આચ્છાદાન, વાફસા, ખાટી છાસ, ગૌ મૂત્ર, રાખનો ઉપયોગ વિશે ખુબ ઊંડાણ પૂર્વક માહિતી આપી આ તમામ વસ્તુઓ પોતાના ઘરે કેવી રીતે બનાવવી અને તેનો ખેતીમાં ઉપયોગ કઇ રીતે કરી શકાય તેના વિશે જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે.
આ ઉપરાંત આવેલ તમામ ખેડૂત ભાઈઓ – બહેનોને પ્રાકૃતિક કૃષિ અંગે લાઇવ ડેમો સાથે પ્રેક્ટિકલ થકી પાયાની વિગતો સમજાવાય છે. નોંધનીય છે કે, આ તાલીમોમાં દાહોદના મોટાભાગના ખેડુત ભાઇ-બહેનોઓ ઉત્સાહભેર ભાગ લઇ પ્રાકૃતિક ખેતી કરવા પ્રત્યે રસ દાખવી રહ્યા છે.